
વિજાપુર મલંગના એ ફૂકરા વલ જમાત ગુજરાત સુફી ખાનકાહ ના હોદ્દેદારો દ્વારા ઉનાવાખાતે આવેલ મીરા સૈયદઅલી ર. અ દરગાહ ખાતે ચાદર પોશી કરાઈ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર મલંગના એ ફૂકરા મંડળ વલ જમાત અને ગુજરાત સૂફી ખાનકાહ એસોિયેશનના પ્રમુખ દ્વાર ઉનાવા ખાતે આવેલ હજરત સૈયદ મીરા દાતાર બાપુ ની દરગાહ ખાતે ચાદર પોશી ન્યાજ પ્રસાદી નું વિતરણ નો કાર્યક્રમ યોજાયો હતો જેમાં સુલતાન શાહ બાવાની દરગાહના ગાદીપતિ સૈયદ અમીન અલી શાહ મલંગ રાષ્ટ્રીય કાર્યકાળી ઉપાધ્યક્ષ તેમજ રાષ્ટ્રીય કાર્યકાળી અધ્યક્ષ, સૈયદ ખાલીદ મિયાં બાપુ સહીત ફુક્રરા મંડળ દરગાહ ખાતે ઉપસ્થિત રહી ચાદર પોશિ કરી હતી તેમજ બહાર થી આવેલ લોકોને ન્યાજનું વિતરણ કર્યું હતુ દેશમાં અખંડિતતા અને સલામતી માટે દુવાઓ કરવા માં આવી હતી આ અંગે સુલતાન શાહ દરગાહ ના ગાદીપતિ અમીનઅલી શાહ મલંગે જણાવ્યું હતુકે દરવર્ષની જેમ આ વર્ષે પણ હજરત સૈયદ મીરા સૈયદ અલી દાતાર બાપુનું ધૂમધામ સાથે ઉર્ષની ઉજવણી દશ દિવસ સુધી કરવા મા આવે છે જેમાં સૂફી ખાનકાહ તેમજ મલંગો દ્વારા સંદલ શરીફ ના કાર્યક્રમો બાદ ચાદર પેશ કરવા માં આવે છે અને લોકોને ન્યાઝ પ્રસાદી નુ પણ વિતરણ કરવા માં આવે છે




