MORBIMORBI CITY / TALUKO

WAKANER:વાંકાનેર તાલુકાના જડેશ્વર મેળામાંથી પરત આવતા બે યુવાન ઉપર દિપડાએ હુમલો કર્યો

WAKANER:વાંકાનેર તાલુકાના જડેશ્વર મેળામાંથી પરત આવતા બે યુવાન ઉપર દિપડાએ હુમલો કર્યો

 

વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિર પાસે લોકમેળા યોજાયો છે ત્યારે મેળો કરીને બે યુવાનો વાંકાનેર જતા હતા ત્યારે રસ્તામાં વડસરના વળાંક પાસે દિપડાએ બંન્ને યુવાન ઉપર અચાનક હુમલો કર્યો હતો, જેથી ઇજા પામેલા યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા.

વાંકાનેર તાલુકાના જડેશ્વર મહાદેવ મંદિરના સાનિધ્યમાં આજથી લોકમેળાનો પ્રારંભ થયો હોય ત્યારે, સાંજના ૮:૩૦ વાગ્યાની આસપાસ મેળાની મોજ માણી પરત ફરતા એક ડબલ સવારી યુવાનનું બાઇક વડસર ડુંગરના વળાંક પાસે પહોંચતા અચાનક જ એક દિપડાએ બંને યુવાનો પર હુમલો કર્યો હતો, જેમાં બાઇક સવાર વત્સલ પુજારા (ઉ.વ. ૨૧, રહે. વાંકાનેર) અને તેની સાથે રહેલ અન્ય એક યુવાનને ઇજાઓ પહોંચી હતી, જેમાં બંને યુવાનોના માથા પર દિપડાએ પંજાથી ઇજાઓ પહોંચાડતા બંને યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!