GUJARATHALOLPANCHMAHAL

હાલોલ માં દશામાની મૂર્તિ વિસર્જન દરમ્યાન તળાવમાં ડૂબી જતા એક આધેડ નિપજ્યુ મોત

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૪.૮.૨૦૨૪

હાલોલના સિંધવાવ તળાવ ખાતે દશામાં ની મુર્તિ વિસર્જન દરમ્યાન એક આધેડ માતાજીની મૂર્તિ પાણીમાં ડુબાડતા સમયે પગ લપસી પડતા તળાવમાં પડી જતા મોત નીપજ્યું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર હાલોલ નગર ખાતે માતાજીના ભક્તો દ્વારા છેલ્લા 10 દિવસ થી પોતાના ઘરોના તેમજ ફળિયામાં વિરાજમાન કરેલ દશામાં ની પૂજા અર્ચના પ્રાર્થના કરી દશામાં દિવસે વાજતે ગાજતે માતાજીને વિદાઈ આપી માતાજીની મૂર્તિ નું વિસર્જન કરવામાં આવી હતી. જે અંતર્ગત ગત રાતે હાલોલ નગર ના પાવાગઢ રોડ પર કાળીભોંય હોટલ આસોપાલવ ની પાછળ રહેતા ઉદેસિંહ સુકલભાઈ નાયક ઉ.વ. 50 ના ઓ પોતાના ફળિયામાં દંતાણી સમાજ દ્વારા મુકવામાં આવેલ દશામાની મૂર્તિ નું વિસર્જન કરવા હાલોલ નગર બહાર પાવાગઢ રોડ પર આવેલ સિંધવાવ તળાવ ખાતે ગયા હતા.જ્યાં માતાજીની મૂર્તિ વિસર્જન દરમ્યાન ઉદેસિંહ ભાઈ તળાવના પાણીમાં ઉતરી માતાજીની મૂર્તિ પધરાવતા હતા. તે દરમ્યાન અચાનક તેમનો પગ લપસી પડતા તળાવ ના ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા. આ ઘટના બનતા તળાવ કિનારે અફરા તફરી સર્જાઈ ગઈ હતી. ઘટના ને પગલે લોકો તળાવ ખાતે દોડી આવ્યા હતા.અને ભારે જહેમતબાદ ઉદેસિંહભાઈ ને તળાવ માંથી બહાર કાઢવામાં આવ્યા હતા.પરંતુ પાણીમાં તેમનો શ્વાસ રૂંધાઇ જતા તેમનું મોત નીપજ્યું હતું.બનાવની જાણ તેમના પરિવારજનોને થતા તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.બનાવને પગલે હાલોલ ટાઉન પોલીસ ઘટના સ્થળે આવી પોહચી હતી.પ્રાથમિક તપાસ બાદ અકસ્માત મોત નો ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી.

Back to top button
error: Content is protected !!