MALIYA (Miyana)MORBIMORBI CITY / TALUKO

MALIYA (Miyana):માળીયા(મી)ના જુના ઘાટીલા ગામેથી ખેતરનાં શેઢેથી જામગરી બંદૂક સાથે ઈસમ ઝડપાયો

MALIYA (Miyana):માળીયા(મી)ના જુના ઘાટીલા ગામેથી ખેતરનાં શેઢેથી જામગરી બંદૂક સાથે ઈસમ ઝડપાયો

 

માળીયા(મી)પોલીસે પૂર્વ બાતમીને આધારે જુના ઘાટીલા ગામે સુતારકુ સીમમાં આવેલ ખેતરે દરોડો કરતા ખેતરના શેઢે બાવળની ઝાડીમાંથી દેશી હાથ બનાવટની જામગરી બંદૂક સાથે આરોપીને ઝડપી લઈ તેના વિરુદ્ધ હથિયારધારા હેઠળ ગુનો રજી. કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી વિગતો મુજબ માળીયા(મી) પોલીસ મથક સ્ટાફને સયુંકતમાં બાતમી મળેલ કે જુના ઘાટીલા ખાતે સુખાભાઈ દેવશીભાઈ ઉપાસરીયા પોતાના ખેતરના શેઢે દેશી બનાવટનું હથિયાર છુપાવી રાખ્યું છે. જેથી તુરંત મળેલ બાતમીને આધારે તાલુકાના જુના ઘાટીલા ગામે સુતારકુ નામની સીમમાં આવેલ ખેતરે રેઇડ કરતા ઉપરોક્ત સુખાભાઈ પોતાના ખેતરના શેઢે બાવળની ઝાડીઓમાં કંઈક છુપાવવાનો પ્રયાસ કરતો હોય જેથી તે સ્થળે તપાસ કરતા હાથ બનાવટની જામગરી બંદૂક મળી આવી હતી. જેથી પોલીસે આરોપી સુખદેવભાઈ દેવશીભાઈ ઉપાસરીયા ઉવ.૨૭ રહે.જુના ઘાટીલાવાળાની જામગરી બંદૂક જેની કિ.રૂ.૨,૦૦૦/-સાથે અટક કરી તેની સામે માળીયા(મી) પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ તથા જીપી એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!