ચંદવાણા મહાલક્ષ્મી માધ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ ને આરોગ્ય શિક્ષણ આપવામા આવ્યું

તા. ૧૭. ૦૮. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:ચંદવાણા મહાલક્ષ્મી માધ્યમિક અને ઉચ્ચત્તર માઘ્યમિક શાળામાં વિદ્યાર્થીઓ ને આરોગ્ય શિક્ષણ આપવામા આવ્યું 
આજ રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને એપેડેમિક મેડિકલ ઓફિસરશ્રીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ,સિક્લસેલ કાર્યક્રમ,રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અને NCD ના સંયુક્ત ઉપક્રમે મહા લક્ષ્મી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળા ચંદવાણા ખાતે રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્યલક્ષી કાર્યક્રમ યોજવામાં આવ્યો.જેમાં વિદ્યાર્થીઓને તમાકુના વ્યસન દ્વારા થતા નુકસાન અંગે અને COTPA-2003 ના કાયદા વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું તેમજ સીકલસેલ,RKSK,NCD,કાઉન્સેલર અને ચંદવાના CHO દ્વારા સમજૂતી આપવામાં આવી. વિદ્યાર્થીઓને રચનાત્મક પ્રવુતિ કરાવી બને વિભાગના પ્રથમ,દ્વિતીય,અને તૃતીય નંબરે આવેલા બાળકોને ઇનામ વિતરણ તેમજ ભાગ લીધેલ તમામ બાળકો ને પ્રોત્સાહન ઇનામ તરીકે બોલપેન આપવામાં આવી. શાળાના આચાર્ય તેમજ તેમનાં શિક્ષકગણ દ્વારા કાર્યક્રમમાં ભાગ લીધો.જિલ્લા તમાકુ નિયંત્રણ એકમ- આરોગ્ય શાખા, જિલ્લા પંચાયત દાહોદ




