GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO
Halvad:હળવદ ના માથક ગામની કરારની સીમમાં જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા

Halvad:હળવદ ના માથક ગામની કરારની સીમમાં જુગાર રમતા આઠ શખ્સો ઝડપાયા
હળવદ પોલીસે મળેલી બાતમીના આધારે માથક ગામે રોહિત નાગજીભાઈ પરમારની કરારની સીમમાં આવેલી વાડી બહાર ઝાપા પાસે જુગાર રમતા હોવાની માહિતી મળી હતી. જેથી પોલીસે રેડ કરીને આઠ આરોપીને ઝડપી પડ્યા છે. આરોપીઓમાં રોહિત વાઘજીભાઈ પરમાર, અજીત દિનેશભાઈ રાતૈયા, હેમુ અરજણભાઈ ભોરણીયા, મેરુ ખેતાભાઈ લાંબરીયા, મુકેશ વિહાભાઈ ડાભી, ભરત પરબતભાઈ હેણ, કાળુ ખોડાભાઈ ડાંગર અને અસરફ ઉર્ફે અસો હબીબભાઈ વડગામાને ઝડપી લઇ તેમની પાસેથી 1,71, 500ની રોકડ રકમ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.











