BANASKANTHAGUJARATLAKHANI

શંકરાચાર્યેજી મહારાજ ની પ્રેરણાથી થી ચાલી રહેલ ધર્મ પ્રચાર યાત્રા રઘુનાથ પુરી આશ્રમ નાના કાપરા પહોંચી

નારણ ગોહિલ લાખણી

*રાવણ શાસ્ત્રોનો જાણનાર તપસ્વી બ્રાહ્મણ હતો છતાંય આપણે નથી સ્વીકાર્યો, આપણો સંઘર્ષ કોઈ વ્યક્તિ કે જાતિથી નહીં પણ અધર્મીઓ થી છે, ગૌહત્યારાઓ થી છે. ~ બિપીનભાઈ દવે.*

સનાતન વૈદિક ધર્મ પ્રત્યે લોક જાગૃતિ લાવવા માટે શંકરાચાર્યજી મહારાજ દ્વારા અથાગ પ્રયત્નો થઈ રહેલ છે શંકરાચાર્યજી મહારાજના કાર્યો જન જન સુધી પહોંચે લોકોમાં ધર્મ પ્રત્યે જાગૃતિ આવે તે માટે શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજના પ્રિય શિષ્ય બિપીનભાઈ દવે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ સ્થાનો પર જઈ પ્રવચન અને લોક સંપર્ક દ્વારા ધર્મ જાગરણનું કાર્ય કરી રહ્યા છે.

આ ધર્મ યાત્રા પ્રચાર યાત્રા લાખણી પંથકની સુપ્રસિદ્ધ જગ્યા રઘુનાથપુરી આશ્રમ, નાના કાપરા મુકામે આવી પહોંચી હતી જ્યાં આશ્રમમાં રઘુનાથપુરી બાપુના શિષ્ય કુરશીભાઈ ભુવાજી દ્વારા પરંપરા મુજબ કુમ કુમ અક્ષત અને શાલ દ્વારા સ્વાગત કરાયું હતું.

ધર્મસભા સંબોધતાં બિપીનભાઈ દવે એ જણાવ્યું હતું કે મનુષ્ય અને પશુમાં ભેદ હોવાનું કારણ હોય તો એ છે ધર્મ. સનાતન ધર્મ બહુ વિશાળતા છે જેમાં ક્યાંય કોઈ જ પક્ષપાત નથી. શાસ્ત્રોનો જાણકાર અને બ્રાહ્મણ કુળમાં જન્મેલ હોવા છતાં આપણે રાવણને નથી સ્વીકાર્યો, ક્ષત્રિય વંશમાં જન્મેલ કંશને નથી સ્વીકાર્યો જ્યારે દૈત્ય અસુર કુળ માં જન્મેલ પ્રહલાદને સ્વીકાર્યો છે. આપણો સંઘર્ષ કે કોઈ જાતિ કે વ્યક્તિ સાથે નથી રહ્યો, આપણો સંઘર્ષ લડાઈ એવા લોકો સાથે જ છે જે ધર્મદ્રોહ કરે છે, રાષ્ટ્ર દ્રોહ કરે છે, ગૌહત્યાને સમર્થન આપે છે.

ગાય સંતુષ્ટ થાય તો સમગ્ર દેવતા સંતુષ્ટ થાય છે અને ગાયના પૂજનથી અખિલ બ્રહ્માંડના દેવોનું પૂજન થયાનું પુણ્ય મળે છે એવી આપણા સનાતનધર્મીઓની આરાધ્યા પૂજનીયા ગૌમાતાની હત્યા કોઈ સંજોગો માં ચલાવી લેવાય એવી નથી. ભગવાનના અવતાર લેવાના કારણો માં એક કારણ ગૌરક્ષા છે તો આપણે બધા પણ ભગવાને બતાવેલ માર્ગ પર ચાલી ગૌહત્યા વિરુદ્ધ અવાજ બુલંદ કરી સનાતની હિંદૂ હોવાની ફરજ નિભાવીએ.

શંકરાચાર્યજી મહારાજની અધ્યક્ષતા દેશભરમાં ગૌભક્તો દ્વારા ‘ગૌમાતા રાષ્ટ્રમાતા’ આંદોલન ચાલી રહ્યું છે જેનું સમર્થન કરવા આહવાન કર્યું હતું અને ગૌમાતા-રાષ્ટ્રમાતાના નારા સાથે સભા ગુંજી ઉઠી હતી.

બિપીનભાઈએ વિશેષ માં જણાવ્યું કે જ્યોતિષ્પીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી અવિમુકતેશ્વરાનંદ સરસ્વતીજી મહારાજ પ્રેરિત પરમ ધર્મસંસદ 1008 ના તત્વાવધાન માં ચાલી રહેલ આ ‘ધર્મ પ્રચાર યાત્રા’ લોક કલ્યાણનું માધ્યમ બનશે. પ્રવચન બાદ રઘુનાથપુરી આશ્રમમાં રહેલી ગૌમાતાઓના દર્શન પૂજન કરી આશીર્વાદ મેળવ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું આયોજન કુરશીભાઈ ભુવાજી એ કર્યું હતું, પ્રસિદ્ધ લેખક ભરતભાઈ દવે, સામાજિક અગ્રણી સતિષભાઈ દવે તેમજ બહોળી સંખ્યા માં ધર્મપ્રેમી ભાઈ-બહેનો-વડીલો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Back to top button
error: Content is protected !!