DAHODGUJARAT

દાઉદી વ્હોરા સમાજના ધર્મ ગુરુ ટ્રેન મારફતે દાહોદથી પસાર થવાની જાણ થતા દાહોદ ના વ્હોરા સમાજના લોકો દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે પહોંચ્યા 

તા. ૧૮. ૦૬. ૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

 

Dahod:દાઉદી વ્હોરા સમાજના ધર્મ ગુરુ ટ્રેન મારફતે દાહોદથી પસાર થવાની જાણ દાહોદ ના વ્હોરા સમાજના લોકોને થતા મોટી સંખ્યામાં વ્હોરા સમાજના લોકો દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે પહોંચ્યા

 

આજરોજ તા. ૧૭. ૦૬. ૨૦૨૪ મંગળવાર ૧૧ કલાકે વાત કરીયેતો દાઉદી વ્હોરા સમાજના ધર્મ ગુરુ રાત્રી દરમ્યાન જયપુર એકસપ્રેસ ટ્રેન મારફતે મુસાફરી કરી રહ્યા છે જે જયપુર એકસપ્રેસ ટ્રેન દાહોદ ના રેલ્વે સ્ટેશનથી પસાર થનાર હોય અને જયપુર એકસપ્રેસ ટ્રેન દાહોદના રેલ્વે સ્ટેશન ખાતે રોકાણ થવાની જાણ દાહોદના દાઉદી વ્હોરા સમાજને થતા વ્હોરા સમાજના લોકો મોટી સંખ્યામાં પોતાના ધર્મ ગુરુના દીદાર માટે દાહોદ ના રેલ્વે સ્ટેશન ખાતે પહોચી ગયા હતા.જ્યાં મોટી સંખ્યામાં વ્હોરા સમાજના લોકો પોતાના ધર્મ ગરુનું દીદાર કરવા એક ઝલક માટે વ્હોરા સમાજના લોકો દાહોદના રેલ્વે સ્ટેશન ખાતે પહોચી જતા રાજકીય રેલ્વે પોલિસ અને આર. પી. એફ પોલિસનો કાફલો રેલ્વે સ્ટેશન ખાતે ચુસ્ત બંદોબસ્તમાં ગોઠવાયા હતા અને કોઈ અઘટીત ઘટના ન બને અને સાવચેતીના ભાગરૂપે લોકોને રેલ્વે ટ્રેકથી દૂર રહેવા સલાહ આપવામાં આવી હતી

Back to top button
error: Content is protected !!