સાગબારા મામલદાર કચેરીની સામે બે બાઇક ચાલક સામ સામે અથડાતાં એકને હોસ્પિટલ ખાતે ખસેડાયા,

hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: ;
sceneMode: 8;
cct_value: 5352;
AI_Scene: (-1, -1);
aec_lux: 128.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 37;
વાત્સલ્ય સમાચાર
જેસિંગ વસાવા
સાગબરાથી મહારાષ્ટ્ર ને જોડતો સ્ટેટ હાઇવે પર મામલતદાર કચેરીની બિલકુલ સામે બે બાઇક અથડાતા એક ને ઈજા પોહચવાથી સાગબારા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, સાગબારા થી મહારાષ્ટ્ર ને જોડતો સ્ટેટ હાઇવે પર એક મામલતદાર કચેરી અને એક લોકલ કોર્ટ આ બન્ને કચેરીઓ આવેલી છે આ કચેરીઓમાં રોજનાં લોકોની અવર જવર હોઈ છે ત્યારે આ સ્ટેટ હાઇવે ની એજન્સી તેમજ ઉપલા લેવલ નાં તંત્રના બેદરકારી નાં લીધે રસ્તા પર બમ્પ ન હોવાના કારણે વાહન ચાલકો પોતાનું વાહનને પુરઝડપી હંકારતા હોઈ છે અને આવી દૂરઘટના નો ભોગ બનતા હોય છે. જો આ જગ્યાએ બમ્પ મૂકવામાં આવેતો ગાડીને બ્રેક કરી વાહન ધીરે ચાલી શકે, અને એક્સીડન્ટ થવાની સંભાવનાઓ ઓછી થાય. પણ બંપ ના અભાવે એક્સિડન્ટ થાય છે તેવું આંતર રાષ્ટ્રીય માનવ અધિકા પરિસદ CRIME PREVENTION નાં ચેરમેન મનીષ વસાવા એ જણાવ્યુ હતું તેમજ લોક ચર્ચા પણ થઈ રહી છે જેથી સાગબારાના મામલતદાર કચેરી અને લોકલ કોર્ટ ની સામે રસ્તા પર બમ્પ બનવાની લોકમાંગ ઉઠી છે


