WAKANER:વાંકાનેર શહેરમા અલગ અલગ ત્રણ રેડમા જુગાર રમતા ૧૬ ઈસમો ઝડપાયા

WAKANER:વાંકાનેર શહેરમા અલગ અલગ ત્રણ રેડમા જુગાર રમતા ૧૬ ઈસમો ઝડપાયા
પહેલી રેડમા:વાંકાનેરના નવાપરા શેરી નં- 2 માં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી (૧) અમૃતભાઈ હેમંતભાઈ વેકરીયા (2) અને જગદીશભાઈ ઉર્ફે જગો રમેશભાઈ સીતાપરા રહે. બંને નવાપરા વાંકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી 3,450 ની રોકડ કબજે કરી હતી.
બીજી રેડ: વાંકાનેરના પેડક સોસાયટી નાગાબાવાના મંદિરના ગ્રાઉન્ડમાં જાહેરમાં કરવામાં આવી હતી ત્યારે ત્યાં જુગાર રમતા(૩)મહેશભાઈ હીરાભાઈ મકવાણા (૪), અંકુરભાઈ ભરતભાઈ ડાભી (૫) હકાભાઇ ગોવિંદભાઈ પલાણી (૬) અને સરફરાજશા સલીમશા શાહમદાર (૭) રહે બધા વાકાનેર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી રોકડા 13,700 કબજે કર્યા હતા અને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ બે ગુના નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
ત્રીજી રેડમાં વાંકાનેર તાલુકાના આણંદપર ગામે રામદેવપીરના મંદિર પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી તેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી (૮)હેમંતભાઈ ધરમશીભાઈ કુકવાવ (૯), વિષ્ણુભાઈ હરજીભાઈ કાંજિયા (૧૦), વિપુલભાઈ ભાણજીભાઈ કેરવાડીયા (૧૧), મહેશભાઈ લાલજીભાઈ કેરવાડીયા (૧૨), દિનેશભાઈ બીજલભાઇ કાંજિયા (૧૩), નિલેશભાઈ હીરાભાઈ કેરવાડીયા (૧૪), ભરતભાઈ બીજલભાઇ કાંજિયા (૧૫) અને દિનેશભાઈ વક્તારામ જોશી (૧૬) રહે બધા આણંદપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી 40,200 ની રોકડ કબજે કરી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.








