GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

ગોધરા તાલુકા પો.સ્ટે વિસ્તારમાં SHE ટીમ દ્વારા સીનીયર સીટીઝનોને રાખડી બાંધી પવિત્ર રક્ષાબંધન પર્વની ઉજવણી

 

તારીખ ૨૦/૮/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

ભાઈ બહેનનો અતૂટ પ્રેમ સંબંધ એટલે રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવેછે અને રક્ષાબંધન માત્ર ભાઈ-બહેનના નિર્મળ પ્રેમ પ્રતિક રૂપ તહેવાર જ નથી,પરંતુ આ પરંપરા સંસારના સમસ્ત જીવોને નિઃસ્વાર્થ પ્રેમ આધારિત સામાજિક વ્યવસ્થા જાળવી રાખવાનો સંકેત આપે છે. સમગ્ર સંસાર અત્યારે ભય, ચિંતા,હતાશાના વાદળોથી ઘેરાયેલો છે.ત્યારે માત્ર નિર્મળ સ્નેહ જ માનવ ચેતનાના બુઝાઈ રહેલા જીવનદીપ માં નવા પ્રાણ પુરી શકે તે હેતુસર ગોધરા તાલુકા પોલીસ મથકનાં પી.આઈ પી.કે.અસોડા નાં માર્ગદર્શન હેઠળ ગોધરા તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા સીનીયર સીટીઝનોને શી ટીમનાં વુ.પો.કો પાયલબેન ડાહ્યાભાઈ દ્વારા રાખડી બાંધી તેમજ મીઠાઈ ખવડાવીને રક્ષાબંધનના તહેવારની ઉજવણી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!