Halvad હળવદ નજીક મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા

Halvad હળવદ નજીક મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સો ઝડપાયા
અમદાવાદથી મોરબી લઇ આવનાર મેફેદ્રોન ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોને મોરબી એસ ઓ જી ટીમે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી એસઓજી ટીમ હળવદ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હોય દરમિયાન મોરબીના ખત્રીવાડ શેરી ૬ માં રહેતો કલ્પેશભાઈ મધુભાઈ નિમાવત અને મોરબીના વિસીપરા ગુલાબનગરમાં રહેતો અહેમદ દાઉદ સુમરા બંને ગ્રે કલરની મારુતિ બ્રેજા કાર જીજે ૩૬ એસી ૪૩૨૫ વાળીમાં માદક પદાર્થ અમદવાદથી મોરબી તરફ લઇ આવનાર હોવાની બાતમીના આધારે હળવદના નકલંક ગુરૂધામ શક્તિનગર મંદિર સામે રોડ પર વાહન ચેકિંગમાં હોય દરમિયાન હકીકત વાળી કાર આવતા તેને રોકી તલાસી લેતા તેમાંથી મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો ૭૯ ગ્રામ ૬૮ મીલીગ્રામ કીમત રૂ.૭,૯૬,800 મળી આવતા બંને ને અટક કરી ડ્રગ્સ સહીત રોકડ રકમ રૂ.૪૧,૦૦૦, મોબાઈલ નંગ ૩ કીમત રૂ.૧૧,૦૦૦ અને બ્રેઝા કાર કીમત રૂ.૫,૦૦,૦૦૦ એમ કુલ મુદામાલ કીમત રૂ.૧૩,૪૮,800 સાથે કબજે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે










