GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI મોરબીના હળવદ પાસે ડ્રગ્સ ના આરોપીના કનેકશન ભાજપ સાથે..?

MORBI મોરબીના હળવદ પાસે ડ્રગ્સ ના આરોપીના કનેકશન ભાજપ સાથે..?

 

 

મોરબી જિલ્લામાં ઘણા સમયથી નશીલા પદાર્થોની જાણે છુટ હોય તેમ બેરોકટોક વગર અમુક લોકો રાજકીય પાર્ટીઓ સાથે જોડાઇ ને પોતાનો રોફ જમાવતા હોય છે અને સોશિયલ નેટવર્કિંગ સાઈટ પર વટ દેખાડવા બાહુબલી નેતાઓ ની નજીક રહી ફોટા અને વિડીયો વાયરલ કરી સમાજમાં પોતે વગદાર હોવાનો ડોળ દેખાડતા હોય છે, આવી શરૂઆત બાદ સોટકટ મા પૈસા બનાવવા નશીલા પદાર્થો ની હેરાફેરી કે વેચાણ કરી ઝડપથી મોભાદાર સાથે પૈસાદાર બનવાની લાહી લાગી જતાં સૌવ પ્રથમ પોતાના નજીકના લોકો ને નશાના આદી બનાવી બાદમાં શહેરમાં પોતાનો કારોબાર ઉભો કરવા હવાતિયા મારતા હોય છે, પણ એ નશાના વેપારીઓ એ ભૂલી જાય છે કે સમાજની કે શહેરની રક્ષાની જવાબદારી માટે પ્રશાસન ખડેપગે ઉભુ હોય છે

આવો જ બનાવ અમદાવાદ થી મોરબી કારમાં સવાર બે શખ્સો ને હળવદ પાસે નંકલગધામ પાસે વાહન ચેકિંગ દરમિયાન કારને અટકાવી તલાસી કરતા 79.68 મીલી ગ્રામ ડ્રગ્સ એમડી સાથે મોરબીના બે શખ્સો ને ઝડપી પાડ્યા હતા, જેમાં એક આરોપી અહેમદ દાઉદ સુમરા મોરબી ભાજપ નો કાર્યકર હોવાનુ તેમનુ સોશિયલ એકાઉન્ટ પરથી સામે આવ્યું છે, મોરબીના ધારાસભ્ય થી લઇને ગુજરાત સરકાર ના મંત્રી સાથે ધરાબો ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે, અને મોરબી સુમરા સમાજના પ્રમુખ તરીકે પણ થોડા સમય માટે રહી ચુકેલ હોવાનુ સામે આવ્યું છે.

નેતાઓ એ પણ સમજવુ પડશે કોઇપણ વ્યક્તિ સાથે ફોટો કે વિડીયો લેતી વખતે એ વ્યક્તિ નુ ખરેખર ઉદેશ શું છે, એમની રહેણીકરણી, ધંધો, અને વ્યવહાર તપાસ્યા વગર ખંભે હાથ રાખીને ફરતા નેતાઓ ને પછી પોતાની છબી ખરડાતી જોઇને આવા આરોપીઓની ભલામણો કરવા દોડી જવુ પડે તે કેટલુ ઉચિત ગણાવુ, નેતાઓ એ પણ આવા બનાવો થી બોધપાઠ લેવો રહ્યો

Back to top button
error: Content is protected !!