
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ, શનિવારતા-૨૪ ઓગસ્ટ : દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આગામી તારીખ રપ ઓગસ્ટ- ૨૦૨૪ના રોજ ભુજ ટાઉન હોલ ખાતે સવારે ૧૧:૦૦ કલાકે લખપતિ દીદી કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથો/સખી મંડળને વિવિધ સહાયનું વિતરણ કરવામાં આવશે.ભુજ ટાઉનહોલમાં યોજાનારા આ કાર્યક્રમમાં લખપતિ દીદીને સર્ટિફિકેટ વિતરણ, સ્વસહાય જૂથોને રિવોલ્વીંગ ફંડ, ગ્રામ સંગઠનને સ્ટાર્ટઅપ ફંડ અને તથા કલસ્ટર લેવલ ફેડરેશનને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ ફાળવણીના મંજૂરી પત્રો તથા કૅશ ક્રેડિટ લોનના ચેકોનું વિતરણ કરવામાં આવશે.


