GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી ડ્રગ્સ કેસમાં હવે શું થશે કે પછી રાબેતા મુજબ મોરબીવાસીઓ ની શું છે અપેક્ષાઓ

MORBI:મોરબી ડ્રગ્સ કેસમાં હવે શું થશે કે પછી રાબેતા મુજબ મોરબીવાસીઓ ની શું છે અપેક્ષાઓ

 

 

મોરબી શહેર એક સમયે શાંતિ અને સ્વચ્છતા મા પેરિસ તરીકે ઓળખાતુ હતુ કોણ જાણે અચાનક મોરબીને કોની નજર લાગી ગઈ કે હવે વિકાસ ની હરણફાળ વચ્ચે મોરબીની હાલત દિવસને દિવસે બદતર બનતી જાય છે, શહેરનો એકપણ ખુણો એવો નહીં હોય જ્યાં માદક નશીલા પદાર્થો ન મળતાં હોય, જયા જોવો ત્યાં દેશીદારુના હાટડા, વિદેશી શરાબ ની બનાવટી ફેકટરીઓ પણ આ શહેર મા પકડાતી જોવા મળી રહી છે, ત્યાં સુધી તો મોરબીવાસીઓ ચુપ રહ્યા એમાય હવે છેલ્લા વર્ષમાં ડ્રગ્સ વેચાણ નુ પ્રમાણ વધ્યું છે, આવી પરિસ્થિતિ વચ્ચે આર્થિક માનસિક રીતે સારા સારા લોકો ને સ્થિતિ હાલક ડોલક થતી જોવા મળે છે, એસી ચેમ્બર મા બેસી રહેતા અધીકારીઓ કોઈ દિવસ શહેર ની ગલીઓ, સોસાયટી, વિસ્તારોની મુલાકાતે નિકળે તો ખબર પડે કે મોરબીની હાલત શું છે, પણ અધીકારીઓ કોઈ દિવસ આવી મુલાકાત ન લેતા હોય જેનુ પરિણામ આજે મોરબી ભોગવી રહ્યું છે, દિવસે ને દિવસે નાની મોટી સોસાયટીઓ કે વિસ્તારોમાં લુખ્ખા તત્વો નો ફેલાવો વધતો જાય છે

Oplus_131072

એસી ચેમ્બર મા બેસી રહેતા અધીકારીઓ એ કોઈ દિવસ એવી તસ્દી પણ નથી લીધી કે છેલ્લા વર્ષોમાં કેટલા લોકોએ આર્થિક માનસિક સ્થિતિ ના લીધે આપધાત કરી લીધા છે જેના આંકડા એ અધીકારીઓ ના ચોપડે નોંધાયેલા છે એમની ચિંતા કે એ વિષય પર કોઈ દિવસ ચિંતન કર્યુ છે?. આવા માદક દ્રવ્યો ના કારણે કેટલા લોકો હોસ્પિટલના બીછાનેથી મૃત્યુ પામે છે એના આંકડાઓ નો સરવાળો કોઈ દિવસ માર્યો છે, એવા મૃત્યુ પામેલા લોકોના પરિવારોના સભ્યોની આર્થિક સ્થિતિ શું છે એ જોવાની કોઈ દિવસ તસ્દી લીધી છે કે નહીં? આ અધીકારી ઓ ની આળસના લીધે શહેરમાં અહેમદ સુમરા જેવા દારુ, જુગાર, સટા, મારામારી અને હવે અધૂરાં મા પુરુ ડ્રગ્સ જેવા ગંભીર ગુનાઓ કરવા છુટો દોર મળી જાય છે જેનો સીધો ખામિયાજો શહેરવાસીઓ એ મુગા બનીને તમાસો જોવો રહ્યો

અહેમદ સુમરા આજસુધી કેટલા ગુનામાં પકડાયેલ છે એ નોંધ મોરબી પોલીસ ના ચોપડે નોંધાયેલી છે, એ કોની પાસેથી ડ્રગ્સ લઇ આવતો કોને આપતો, એમની સાથે કોણ કોણ આ ધંધામાં સંકળાયેલા છે ? , કેટલા સમયથી કેટલા વિસ્તારમાં એનો ધંધો ફાલ્યો ફુલ્યો હતો, એમના પરિવાર માથી બહેન, ભાઇ, પીતા એક વર્ષ પહેલાં એમની આર્થિક સ્થિતિ કેવી હતી હવે કેવી છે કોણ કોણ આ ધંધામાં સંકળાયેલા છે, જેવા અનેક સવાલો મોરબીવાસીઓ મા ચર્ચાનો વિષય બન્યો છે, શું હવે તપાસ થશે કે રાબેતા મુજબ ચોપડે નોંધ લઇને તપાસ ચાલુ છે જેવા શબ્દો સાંભળીને વધુ એક અહેમદ સુમરા જેવા આવા ગંભીર ગુનાઓ થતા રહે તેની રાહ જોવી રહી અને નજર સામે અમારા શહેરની અવદશા જોતા રહીએ તેવી અપેક્ષાઓ વચ્ચે મોરબીવાસીઓ કુંભકર્ણ નિદ્રાધીન તંત્રને વારંવાર જગાડવાનો પ્રયત્ન કરતા રહીએ

Back to top button
error: Content is protected !!