GUJARATRAJKOT CITY / TALUKOUPLETA

Upleta: એસ.ડી.આર.એફ અને ૧૦૮ સેવાના સમયસર તથા સહયોગી પ્રયાસને પરિણામે સાપના ડંખનો ભોગ બનેલા મહિલાને બચાવવામાં મળી સફળતા

તા.૨૮/૮/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

ઉપલેટાના ગણોદ ગામે એસ.ડી.આર.એફ. ટીમે પૂરના પ્રવાહમાં દોરડા વડે દર્દીનું કર્યું રેસ્કયુ: મહિલાને ૧૦૮માં પ્રાથમિક સારવાર આપી ઉપલેટા હોસ્પીટલ ખસેડાયા

Rajkot, Upleta: રાજ્ય સરકાર દ્વારા વરસાદ અને પૂરની સ્થિતિમાં પણ નાગરિકોના સ્વાસ્થ્યની સતત દરકાર કરવામાં આવી રહી છે. દર્દીને સમયસર જરૂરિયાત મુજબ સારવાર મળી રહે તે માટે આરોગ્યની ટીમ તૈનાત છે. તેનું ઉત્તમ ઉદાહરણ ઉપલેટા ખાતે જોવા મળ્યુ હતુ.

ઉપલેટાના ગણોદ ગામના ૨૬ વર્ષીય મહિલાને સાપે ડંખ મારતા એસ.ડી.આર.એફ.ની ટીમે પૂરના પ્રવાહમાં દોરડા વડે માનવ સાંકળ બનાવી દર્દીનું રેસ્કયુ કરી ૧૦૮મા પ્રાથમિક સારવાર આપી તુરંત ઉપલેટા હોસ્પીટલ પહોંચાડવામાં આવ્યા હતા.

એસ.ડી.આર.એફ અને ૧૦૮ સેવાના સમયસર અને સહયોગી પ્રયાસને પરિણામે સાપના ડંખનો ભોગ બનેલા મહિલાને બચાવવા અને સારવાર કરવામાં સફળતા મળી હતી.

પીડિત મહિલા મીનલબેન મસુરિયાને ૧૦૮ એમ્બ્યુલન્સની ટીમ દ્વારા તાત્કાલિક તબીબી સહાય મળી હતી. સાપ વિરોધી ઝેરના ઈન્જેક્શનની ઉપલબ્ધતાએ તેમનો જીવ બચાવી શકાયો હતો. હાલ મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

એસ.ડી.આર.એફ તથા આરોગ્યની ટીમના ઝડપી પ્રતિસાદ થકી દર્દીનાં જીવનની રક્ષા થતાં તેમના પરિજનોએ તમામનો આભાર માન્યો હતો.

Back to top button
error: Content is protected !!