
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી જિલ્લામાં ખાબકેલા વરસાદ બાદ ખેડૂતોના પાકને નુકશાન, આફતના અવકાશી દ્રશ્યો સામે આવ્યા કુણોલ ગામે ખેતરોમાં પાણી ભરાયા
અરવલ્લી જિલ્લાની અંદર છેલ્લા ત્રણ દિવસથી ખાબકેલા વરસાદના કારણે ક્યાંક પાણી ભરાયા હતા તો ક્યાંક નદીઓ ગાંડીતુર બની હતી તો ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હતા અને ખેતરો બેટ જેવા બન્યા હતા
મેઘરજ તાલુકાની અંદર ખાબકેલા આઠ ઇંચ વરસાદના કારણે વૈડી ડેમ સંપૂર્ણ પણે ભરાયો હતો અને ઓવર ફ્લો થયો હતો તો મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં પણ પાણી ભરાયા હતા જેની અંદર મેઘરજ તાલુકાના કુણોલ ગામે પણ ખેડૂતોના ખેતરોમાં પાણી ભરાયા હોવાના અવકાશી દ્રશ્યો સામે આવ્યા છે જેમાં ખેતરોમાં ઢીંચણ સમા પાણી ભરાયેલા નજરે પડે છે ખેતરમાં વાવણી કરેલ સોયાબીન, મકાઈ, કપાસ,સહિત પાક હાલતો નિષ્ફળ જવાની ભીતિ સેવાય રહી છે. વરસાદ વરસ્યાના ત્રણ દિવસ થવા આવ્યા છતા હજુ ખેતરોના પાણી સુકાયા નથી ત્યારે હાલ તો ખેડૂતના માથે આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ જોવા મરી રહી છે આ બાબતે સરકાર કંઈક વિચારે અને ખેડૂતોને નુકસાન પેટે કઈ ચુકવણી કરે તેવું હાલ ખેડુત ઈચ્છી રહ્યા છે
અરવલ્લી
હિતેન્દ્ર પટેલ





