વાસણા ગામ ની પવિત્ર ભુમિ પર મોગલધામ કબરાઉ થી બાપુ ની પાવન પધરામણી

નારણ ગોહિલ લાખણી 
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના વાસણા ગામે પૂજ્ય વંદનીય એક દિવ્ય ચેતના અને અંધશ્રદ્ધા જેવા દુષણો સામે જાગૃતતા લાવવા માટે અથાક પરિશ્રમ કરતાં ગુરૂજીશ્રી ચારણઋષિ મણીધર મોગલધામ કબરાઉ (કચ્છ) થી પૂજય વિશ્વ વંદનીય એક દિવ્ય સંતની પાવન પધરામણી વાસણા ગામને આંગણે થઈ એની પાછળ વાસણા ગામનો એક યુવાન છેલ્લા બે વર્ષથી માઁ મોગલનાં સાનિધ્યમાં એક શ્રદ્ધા અને વિશ્વાસ સાથે પોતાનું તન મન અને ધન માં મોગલની ભક્તિ ભાવમાં સમર્પણ કરી અને ચારણ ઋષિ બાપુનો વિશ્વાસ જીતીને એક સાચી શ્રદ્ધાનો ભાવ પ્રગટ કર્યો ત્યારે ચારણ ઋષિ બાપુને આ યુવાને કહ્યું હતું કે બાપૂ આપ અમારા ગામના આંગણે પાવન પગલા કરો ત્યારે એ યુવાનની શ્રદ્ધાનાં ભાવના નાતે બાપુનું વાસણા ગામે આગમન થતા પરમાર ભગાભાઇ રાજાભાઈનાં આંગણે બાપુનું આગતા સ્વાગતા ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને એના પછી વાસણા ગામમાં બાપુની ધર્મસભાનુ આયોજન કરવામાં આવ્યું જેમાં સમસ્ત વાસણા ગામવતી બાપુનું ભવ્ય સ્વાગત સન્માન કરવામાં આવ્યું અને વાવરાણા સાહેબશ્રી ગજેન્દ્રસિંહજી અને વાવ યુવરાજનુ પાઘડી પહેરાવીને સ્વાગત સન્માન કરવામાં આવ્યું સાથે વાસણા ગામ અને આજુબાજુની ધર્મપ્રિય જનતાએ બાપુની દિવ્ય વાણી અને દર્શનનો બહોળો લાભ લીધો હતો જેમાં સ્ટેજ સંચાલન શિક્ષક શ્રી દેવુંસિંહ વાધેલા અને વિજયસિંહ વીહોલ દ્વારા કરવામાં આવ્યું હતું અને ગામલોકોના સહકાર થકી કાર્યક્ર્મ સફળ બન્યો હતો



