BANASKANTHAGUJARATLAKHANI
		
	
	
લાખણી તાલુકાના અસાસણ પ્રાથમિક શાળા મા તિથિ ભોજન અપાયું

નારણ ગોહિલ લાખણી
પવિત્ર શ્રાવણ મહીનો એ સર્વ શ્રેષ્ઠ ગણાતો હિન્દુ ધર્મ નો મહિનો ગણાય છે અને લોકો અલગ અલગ દાન કરતા હોય છે દાન નો મહિમા પણ અલગ છે ત્યારે લાખણી તાલુકાના અસાસણ પ્રાથમિક શાળામાં ચૌહાણ પોપટજી તથા તેમનાં પુત્ર વિક્રમજી તથા સંજયજી તરફની 20 વર્ષ થી શ્રાવણ મહીના માં બાળકો ને તિથિ ભોજન આપવામાં આવે છે.. આ વર્ષ પણ તારીખ 02/09/2024 નો રોજ બાળકો ને તિથિ ભોજન આપવામાં આવ્યું.. અને દર વખત ની જેમ ઠાકોર પોપટજી , તેમનાં પુત્ર સંજયજી પોપટજી તથા પૂર્વ સરપંચ શ્રી અગરાજી હાજર રહ્યા હતા.. અને શાળા નાં તમામ સ્ટાફે પણ બાળકો સાથે તિથિ ભોજન સાથે લીધું હતું…. સંજય ભાઈ એ તિથી ભોજન સિવાય અસાસણ માં આવેલ ગૌશાળા માં પણ ગાયો ને ગોળ ખવડાવ્યો શ્રાવણ મહીના નાં છેલા દિવશે સેવા નું કાર્ય કર્યું..
				

