DAHODGUJARAT

દાહોદની હોટલ ત્રિભુવન ખાતે ખાનગી IMA અને આયુષ તબીબો માટે ટીબી રોગ અંગે આધુનિક સેવાઓ બાબતે સી.એમ.ઈ યોજાઈ

તા.૦૮.૦૩.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદની હોટલ ત્રિભુવન ખાતે ખાનગી IMA અને આયુષ તબીબો માટે ટીબી રોગ અંગે આધુનિક સેવાઓ બાબતે સી.એમ.ઈ યોજાઈ

દાહોદ જીલ્લામાં ક્ષય ના નિદાન અને સારવારની આધુનિક સેવાઓ બાબતે માહિતિ માગૅદશૅન રાષ્ટ્રિય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ અંતર્ગત ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન અને આયુષ તબીબ માટે ટીબી રોગ વિશેના અધ્યતન જાણકારી દાહોદ ના ખાનગી તબીબો સુધી પોહચે તે માટે સીએમઇ તા 07.03.2025ના રોજ હોટલ ત્રિભુવન ખાતે કરવામાં આવી આ CME માં જીલ્લા મા અને દાહોદ માં હાલમાં ટીબીની વાસ્તવિક પરિસ્થિતિ શું છે અને તેમા સરકારશ્રી ની વિવિઘ સૂચનાઓ અન્વયે ટીબી રોગની સારવાર નિદાનમાં ખાનગી તબીબો કઈ રીતે પોતાનું પ્રદાન કરી શકે તે માટે રાજ્ય કક્ષાએ થી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના કન્સલ્ટન્ટ ડૉ જયદીપ ઓઝા એ ડેઇલી રેજીમેન, જીન એક્સપર્ટ,CNBAAT, ટ્રુ નાટ,અને બી પાલ રેજીમેન વિષે અધ્યતન અને વિસ્તૃત માહીતી પુરી પાડી હતી ભારત સરકારશ્રી આરોગ્ય વિભાગના નોટિફિકેશનથી ખાનગી તબીબો દવારા તમામ ટીબીના દર્દીઓ નું રજીસ્ટ્રેશન નિક્ષયમાં થાય તે માટેની વધુ જાણકારી આપી હતી તથા નિક્ષય મિત્ર બની દર્દી ને દતક લઈ પોષણ અભિયાન વિષે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.ઝાયડસ મેડીકલ કોલેજ અને હોસ્પિટલના પ્રોફેસર ડો કેયુર પટેલ દ્વારા MDR ટીબી ની સારવાર,નિદાન ફોલોપ વિશે અધ્યતન અને વિસ્તૃત માહીતી પુરી પાડી હતી, MDR ટીબી ના દર્દીઓ ને થતી આડ અસરો વિષે પણ ચર્ચા કરવામાં આવી હતી આ CME માં વર્ષ 2024માં દર્દીઓ ના વધુ નોટિફિકેશન કરનાર 04 ખાનગી તબીબો ડૉ નીતિન ગાંધી ગાંધી ચિલ્ડ્રન હૉસ્પિટલ, અર્બન હોસ્પિટલ રળિયાતી,, ડૉ ઈઝહાર શેખ ઈઝહાર ક્લીનીક, ડૉ નિલય દેસાઈ શ્રીજી ક્લિનિક ને એપ્રીશિએશન સર્ટીફીકેટ માન. અધિક જીલ્લા આરોગ્ય અધિકારી ડૉ ગીરવર બારિયા ના હસ્તે આપવામાં આવ્યાં આ CME મા IMA પ્રમુખ ડૉ ભરત શુક્લા IMA સેક્રેટરી ડો પ્રશાંત વસૈયા જોઈન્ટ સેક્રેટરી ડૉ સારવ રાઠોડ આયુષ પ્રમુખ ડૉ નીલમ બામણ સહીત ના ડૉ ઓ નું સ્વાગત કરવામાં આવ્યું અને આ CME માં લગભગ 120 જેટલા તબીબો હાજર રહ્યા હતા છેલ્લે જીલ્લા ક્ષય અધિકારી ડૉ આર. ડી. પહાડીયા દવારા આભાર વિધિ કરવામાં આવી અને દરેક ડૉ મિત્રો આ CME આવી કાર્યક્રમ ને સફળ બનાવ્યો તમામ ડૉ નો આભાર માની કાર્યક્ર્મ ને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો

Back to top button
error: Content is protected !!