GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના સો ઓરડીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

 

MORBI:મોરબીના સો ઓરડીમાં રહેણાંક મકાનમાં જુગાર રમતા પાંચ ઈસમો ઝડપાયા

 

મોરબીના સો ઓરડી શેરી ૫ માં રહેણાંક મકાનમાં જુગારધામ ચાલતું હોવાની બાતમીના આધારે એલસીબી ટીમે દરોડા પાડી ત્યાંથી જુગાર રમતા પાંચને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના સો ઓરડી શેરી ૫ માં રહેતા મહેશભાઈ રાધવજીભાઈ વાધાણીએ પોતાના રહેણાંક મકાનમાં જુગારધામ ચલાવતા હોવાની એલસીબી ટીમને બાતમી મળતા દરોડા પાડી ત્યાં જુગાર રમતા મહેશભાઈ રાઘવજીભાઈ વાધાણી, મહેશભાઈ કેશુભાઈ ગૌસ્વામી, કમલેશભાઈ ઉર્ફે કાનો સુરેશભાઈ ભોરણીયા, સંજયભાઈ મનસુખભાઈ ભડગંજી અને રમેશભાઈ ગાંડુંભાઈ લાલોડીયાને રોકડ રકમ રૂ.૯૨૧૦૦ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!