GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના જુના ઘુટુ ગામે વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે ઈસમ ઝડપાયો 

 

MORBI:મોરબીના જુના ઘુટુ ગામે વિદેશી દારૂ-બિયરના જથ્થા સાથે ઈસમ ઝડપાયો

 

મોરબી તાલુકાના જુના ઘુંટુ ગામે વેચાણ કરવાના ઇરાદે તળાવના કાંઠે બાવળની કાંટમાં છુપાવી રાખેલા વિદેશી દારૂ-બિયરના ૮૫ નંગ બોટલ-ટીન સાથે તાલુકા પોલીસ દ્વારા એક આરોપીની અટકાયત કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી તાલુકા પોલીસ ટીમને ખાનગીરાહે બાતમી મળેલ કે જુના ઘુંટુ ગામે ચિરાગ રબારી નામના ઈસમ દ્વારા પોતાના રહેણાંક પાછળ આવેલ તળાવના કાંઠે વેચાણ કરવાના ઇરાદે બાવળની કાંટમાં વિદેશી દારૂ-બિયરનો જથ્થો છુપાવી તેનું વેચાણ કરે છે. ત્યારે મળેલ બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમ દ્વારા રેઇડ કરતા સ્થળ ઉપરથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૫૧ બોટલ તથા બિયરના ૩૪ નંગ ટીન એમ કુલ રૂ. ૨૮,૬૦૦/-નો મુદ્દામાલ મળી આવતા આરોપી ચિરાગભાઈ કારુભાઈ હૈણ ઉવ.૨૨ રહે.જનકપુરી સોસાયટી જુના ઘુંટુ ગામવાળાની અટક કરી તેની વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Check Also
Close
Back to top button
error: Content is protected !!