GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
સ્વામીવિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કાલોલ નગર દ્વારા દિગ્વિજય દિવસ ની ઉજવણી.
તારીખ ૧૧/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ શહેર સ્થિત એમ.એમ ગાંધી આર્ટસ અને કૉમેર્સ કૉલેજ ખાતે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ કૉલેજના આચાર્ય ડો કિશોર વ્યાસ ની અધ્યક્ષતા માં યોજાયો જેમાં વક્તા તરીકે નરેન્દ્રસિંહ ગોહિલ વિશ્વ હિન્દુ પરિષદ પંચમહાલ ધર્મ પ્રસાર પ્રમુખ દ્વારા કરવામાં આવી.દિગ્વિજય દિન ની સમજ આપી જેમાં ૧૧/૦૯/૧૮૮૩ દીવસના રોજ સ્વામીવિવેકાનંદ દ્વારા સિકાગો ખાતે વિશ્વ ધર્મ સંસદ માં આપેલ ભાષણ ની પ્રસ્તુતિ રજુ કરી.તેમજ વિશેષ ઉપસ્થિતમાં શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી ના NSS કૉ. ઓડીનેટર પ્રો.મયંકભાઇ શાહ, Nss પ્રોગ્રામર ઓફિસર ડૉ.હરેશ સુથાર,યુવાબોર્ડ સંયોજક કૌશલભાઈ ઉપાધ્યાય, પ્રતિકભાઈ બ્રાહ્મભટ્ટ,હર્ષિલ ભાઈ પંડ્યા,રોકીભાઈ સોલંકી સહિત મોટી સંખ્યામાં વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.