MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ચોકીદારની માહિતી પોલીસને ન આપવા બદલ એપાર્ટમેન્ટના પ્રમુખ વિરુદ્ધ ગુન્હો નોંધાયો

MORBI:મોરબીમાં ચોકીદારની માહિતી પોલીસને ન આપવા બદલ એપાર્ટમેન્ટના પ્રમુખ વિરુદ્ધ ગુન્હો નોંધાયો

 

મોરબીમાં તાજેતરમાં ચોરીની ઘટના બની હતી જે ચોરીના ગુનામાં ચોકીદારીનું કામ કરતો ઇસમ ઝડપાયો હતો જે નેપાળનો વતની હોય અને પરપ્રાંતીય શ્રમિકો કામે રાખવા અંગે જાહેરનામું અમલી હોય જેનો ભંગ કરવા બદલ એપાર્ટમેન્ટ પ્રમુખ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે

સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જેની તપાસ દરમિયાન આરોપી પંકજ બીશેભાઈ ઢોલી રહે નેપાળ વાળો ઝડપાયો હતો જે ઇસમ રવાપર ગોલ્ડન માર્કેટ પાછળ વિરાટ એ એપાર્ટમેન્ટ પાર્કિંગમાં રહીને ચોકીદારી અને સફાઈ કામગીરી કરતો હતો જે કામદાર અંગે પોલીસ સ્ટેશનને નિયમ મુજબ માહિતી આપવામાં આવી ના હોય જેથી એપાર્ટમેન્ટ પ્રમુખ ઓધવજીભાઈ લીંબાભાઈ સુવારીયા રહે બોની પાર્ક રવાપર રોડ વિરાટ પેલેસ એ ફ્લેટ નં ૨૦૪ વાળા વિરુદ્ધ જાહેરનામાં ભંગનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે

Back to top button
error: Content is protected !!