સુરેન્દ્રનગર વિસ્તારમાં ગણપતિ મહોત્સવ તેમજ આગામી ઈદે મિલાદ તહેવાર નિમિત્તે શહેરના રોડ પર ફ્રુટ પેટ્રોલિંગ હાથ ધર્યું.

તા.12/09/2024/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં હાલમાં ચાલી રહેલ ગણેશ મહોત્સવ તહેવાર દરમ્યાન ગુજરાતના અમુક જીલ્લાઓમાં અસમાજીક તત્વો દ્રારા બે સમાજ પ્રત્યે રહેલ કોમી એકતાને હાની પહોચાડવાના ઇરાદાથી એક સમાજના લોકોને લાગણીને ઠેસ પહોંચે તેવા કુત્યો કરવામાં આવેલ જે સમાચારથી સામાન્ય લોકોના મનમાં ડરનુ તેમજ અજંપાભર્યું વાતાવરણ ઉભુ થયેલ જેથી સમાન્ય લોકોનો પોલીસ પર વિશ્વાસ જળવાઇ રહે તેમજ સુરેન્દ્રનગર જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ કાયમ રહે અને આગામી સમયમાં ગણપતિ વિસર્જનના કાર્યક્રમો અને ઇદે મિલાદનો તહેવાર તથા આગામી તમામ તહેવારો દરેક સમાજના લોકો કોઇ પણ જાતના ડર વિના અને કોમી એખલાસભર્યા વાતવરણમાં ઉજવી શકે તે માટે પોલીસ અધિક્ષક ડૉ.ગીરીશ પંડ્યા સાહેબનાઓની સુચના તથા માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્રારા નીચે મુજબના પગલાઓ લેવામાં આવેલ છે સુરેન્દ્રનગર જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ અધીકારીઓ, કર્મચારીઓ, હોમગાર્ડ તથા જીઆરડી સભ્યો સાથે પોલીસ સ્ટેશનના સંવેદનશીલ વિસ્તારોમાં ફુટ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ફુટ પેટ્રોલીંગમાં એલસીબી, એસઓજી તથા ક્યુ.આર.ટી.ની તથા ટીમો પણ જોડાયેલ અને માઉન્ટેડ પોલીસ દ્રારા પણ ખાસ પેટ્રાલીંગ હાથ ધરવામાં આવેલ હતી આ ઉપરાંત પી.સી.આર. વાન તથા સરકારી વાહનોનો મહત્તમ ઉપયોગ કરી મોડી રાત્રી સુધી પેટ્રોલીંગ તથા જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવેલ છે જીલ્લામાં ગણપતિ મહોત્સવ તથા ઇદે મિલાદમાં નીકળનાર ઝુલુસના આયોજકો તથા સંચાલકો સાથે મીટીંગો કરવામાં આવેલ તથા કોઇ પણ જાતની અફવાઓ પર ધ્યાન નહી આપવા તેમજ આવી કોઇ પણ બાબત ધ્યાને આવે તાત્કાલીક પોલીસનો સંપર્ક કરવા સમજ કરવામાં આવી હતી દરેક પોલીસ સ્ટેશન વિસ્તારમાં નાયબ પોલીસ અધીક્ષક તથા થાણા અધીકારીઓની આગેવાનીમાં શાંતી સમીતીની બેઠકો યોજવામાં આવી હતી જે બેઠકોમાં દરેક સમાજના લોકો તથા દરેક સમાજના આગેવાનો, ધર્મગુરૂઓ હાજર રહેલ હતા જેઓને આગામી સમયમાં યોજાનાર તહેવારો શાંતીપુર્વક યોજવા અને અન્ય સમાજના ધર્મના લોકોની લાગણી દુભાય તેવુ કોઇ પણ કૃત્ય નહી કરવા સમજ કરવામાં આવેલ છે સોશ્યલ મીડીયા પર ખોટી અફવાઓ નહી ફેલાવવા કે ખોટી પોસ્ટો શેર નહી કરવા સમજ કરવામાં આવેલ તેમજ સોશ્યલ મીડીયા પર આવતા સમાચારો કે અફવાઓ પર ધ્યાન નહી આપવા તથા કાયદો હાથમાં નહી લેવા સુચના કરવામાં આવેલ તેમજ આવુ કોઇ કૃત્ય ધ્યાને આવ્યે જીલ્લા પોલીસ દ્રારા કડક પગલા લેવામાં આવશે તેની ખાત્રી આપવામાં આવેલ જે માટે જીલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન તથા ટેકનીકલ સેલ ખાતે ખાસ ટીમો બનાવી સોશીયલ મીડીયા પર ખાસ વોચ રાખવામાં આવી રહેલ છે આથી સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ દ્રારા સુરેન્દ્રનગરની તમામ જાહેર જનતાને શાંતીપુર્વક તહેવારો ઉજવવા અપીલ કરવામાં આવે છે.



