ઇસ્લામના છેલ્લા પયગમ્બર સાહેબના જન્મ દિવસની. ઉજવણી માટે નબીપુર મા તડામાર તૈયારીઓ, રંગબેરંગી રોશની થી ગામ ઝળહળી ઉઠ્યું.

સમીર પટેલ, ભરુચ
ઇસ્લામ ધર્મના છેલ્લા પયગમ્બર હઝરત મહંમદ સાહેબનો જન્મ દિવસ ને મુસ્લિમ સમુદાયના લોકો પરંપરાગત રીતે ઈદે મિલાદ ના સ્વરૂપે ઉજવે છે. તે અંતર્ગત આગામી ૧૬ સપ્ટેમ્બર ૨૦૨૪ ને સોમવારના દિવસે ઉજવવામાં આવશે. જેની ઉજવણી માટે ભરૂચ જિલ્લાનું નબીપુર ગામ પણ આ ઉજવણીમાં રંગેચંગે જોડાઈ ગયું છે. આ પ્રસનગ ને ઉજવવા માટે સમગ્ર નબીપુર ગામ રંગબેરંગી લાઈતોના ઝળહળાટ વચ્ચે રંગાઈ ગયું છે. ગામની તમામ મસ્જિદો, દરગાહ શરીફ ને નબીપુર ડેકોરેસન કમિટી દ્વારા સજાવવામાં આવી હતી અને ગલી મહોલ્લા અને દરેક ઘર એક અજીબ ખુશીમાં રંગાઈ ગયા છે. આ દિવસે સૌ એકબીજાને શુભેચ્છાઓ પાઠવે છે અને ગામમાં નિયાજ નું આયોજન સમસ્ત ગામ તરફથી કરવામાં આવે છે જેનો દરેક આંનદ લે છે. આ દિવસે ગામની મસ્જિદમાં સવારે કુરાન ખવાની કરી ગામમાં પયગમ્બર સાહેબના જન્મ દિવસની ખુશીના ભાગરૂપે ગામમાં ઝુલુસ નું આયોજન કરવામાં આવે છે.


