GUJARATKUTCHMANDAVI

સુમરાસર(શેખ) ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે જળસંચય કાર્યક્રમ અંતર્ગત બનેલા જળ રિચાર્જ બોરનું નિરીક્ષણ કર્યું.

કચ્છમાં જળસંચય કાર્યક્રમ અંતર્ગત ભુગર્ભજળ ઉંચા લાવવા માટે કરાતા સહિયારા પ્રયાસોને બિરદાવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલ.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ,તા-૧૪ સપ્ટેમ્બર : સુમરાસર(શેખ) ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રીશ્રી સી.આર.પાટીલે જળસંચય કાર્યક્રમ અંતર્ગત બનેલા રિચાર્જ બોરની મુલાકાત લઇને કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.આ પ્રસંગે સાંસદશ્રી વિનોદભાઇ ચાવડાએ તેમની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા જનભાગીદારીથી જિલ્લાભરમાં બનાવાતા જળ રિચાર્જ બોરની કામગીરી અંગે વિગતવાર માહિતી આપી હતી. આ પ્રસંગે જળશક્તિ મંત્રીશ્રીએ રિચાર્જ બોર બનાવનાર પાંચ ખેડૂતોનું સન્માન કરીને તેમને પ્રોત્સાહિત કર્યા હતા. આ પ્રસંગે જળશક્તિ મંત્રીશ્રીએ કચ્છમાં જળસંચય કાર્યક્રમ અંતર્ગત ભૂગર્ભજળ ઉંચા લાવવા માટે કરાતા સહિયારા પ્રયાસોને બિરદાવ્યા હતા.આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજા, આગેવાનશ્રીઓ દેવજીભાઇ વરચંદ, ધવલભાઇ આચાર્ય, દામજીભાઇ ચાડ, વિરમભાઇ ચાડ, રણછોડભાઇ આહિર, આદમભાઇ શેખ, ભાણાભાઇ મહેશ્વરી, હરેશભાઇ રાઠોડ તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!