
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
અરવલ્લી ના મેઘરજ તાલુકા ખાતે સ્વચ્છતા હિ સેવા ઝુંબેશની શરૂઆત કરવામાં આવી
જિલ્લા વિકાસ અધિકારી દિપેન કેડિયાના અધ્યક્ષસ્થાને મેઘરજ ખાતે સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ યોજાયો.
સ્વચ્છતા હિ સેવા કાર્યક્રમ સંદર્ભે CTU ( કલિનલીનેશ ટાર્ગેટ યુનિટ) દૂર કરવાની સાથે અંદાજીત 350 લોકોની જન ભાગીદારીથી સ્વચ્છતા માટે સફાઈ શ્રમદાન હાથ ધરવામાં આવ્યું. આ સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં નાગરિકો સહભાગી બને તે માટે અપીલ કરવામાં આવી.આજના કાર્યક્રમમાં ધારાસભ્ય,પી.સી બરંડા,જિલ્લા પંચાયત પ્રમુખ પ્રિયંકાબેન ડામોર સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





