GUJARATMEHSANAVIJAPUR

વિજાપુર નગપાલિકા તેમજ વસઇ ગામે કુમાર શાળામા સેવસેતું કાર્યક્રમ ધારાસભ્યની અધ્યક્ષતા મા યોજાયો

વિજાપુર નગપાલિકા તેમજ વસઇ ગામે કુમાર શાળામા સેવસેતું કાર્યક્રમ ધારાસભ્યની અધ્યક્ષતા મા યોજાયો
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર પાલીકા તેમજ વસઇ ગામની કુમાર શાળા ખાતે સેવા સ્વચ્છતા અભિયાન અર્તગત સેવાસેતુ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમા ધારાસભ્ય સી જે ચાવડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ગામનાં લોકોને આવકના દાખલા જેવા પ્રમાણપત્રો માટે મામલતદાર કચેરી સુધી લાંબા ના થવું પડે તે માટે ત્યાં સ્થળ પર જ કાઢી આપવામાં આવ્યા હતા.આ સાથે જ સ્વચ્છતા હી સેવા 2024 મિશન અંતર્ગત સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતુ.જિલ્લાપંચાયતના કારોબારી ચેરમેન ભરતભાઈપટેલ , તાલુકાસદસ્ય રમેશજી ચાવડા તેમજ મામલતદાર જશુભાઇ પટેલ, નાયબ મામલતદાર અનિલભાઈ પટેલ અને ટી.ડી.ઓ સપનાબેન રાજપૂત તેમજ વિવિધ અધિકારી હાજર રહ્યા હતા તેમજ કાર્યક્રમ દરમ્યાન ધારાસભ્ય ડો સી જે ચાવડા સાહેબ દ્વારા વસાઇ પશુ આરોગ્ય કેન્દ્ર ની મુલાકાત લીધી અને જરુરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ

Back to top button
error: Content is protected !!