કાલોલ ના નાંદરખા ખાતે સેવા સેતુ ના દશમા તબક્કાનો પ્રારંભ કરાયો.ધારાસભ્ય સહિત હોદેદારો હાજર
તારીખ ૧૭/૦૯/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના નાંદરખા ખાતે આજ રોજ મંગળવારે દશમા સેવા સેતુ નો કાર્યક્રમ યોજાયો જેમા કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને કાલોલ ના મામલતદાર યોગેન્દ્રસિહ પૂવાર, તાલુકા વિકાસ અધિકારી સંજયકુમાર ચૌહાણ, નાયબ મામલતદાર મહેસુલ, તાલુકા પંચાયત પ્રમુખ સવિતાબેન રાઠવા, આસી.ટીડીઓ,ઉપપ્રમુખ ગુણવંતસિંહ ચૌહાણ તેમજ મંડળ પ્રમુખ નરેન્દ્રસિંહ ગોહિલ ની હાજરીમા સેવા સેતુ કાર્યક્ર્મ યોજાયો જેમા તાલુકાના ૨૪ ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમા આવકનો દાખલો, જાતિનો દાખલો, રેશન કાર્ડમાં નામ કમી અને ઉમેરો, આધાર કાર્ડ ને લગતી કામગીરી, વિધવા સહાય અને વૃદ્ધ સહાય, જન્મ મરણ, લગ્ન નોધણી જેવા કામો અંગે સ્થળ પર જ ઉકેલ કરવામાં આવ્યો કાર્યક્રમ મા કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણે ઉદબોધન કર્યુ અને કોઇ અધિકારી કોઇ કામ ન કરે તો અમારું ધ્યાન દોરો અને કોઇ દલાલ નાસકંજા મા આવ્યા વિના કામ કરવા અપીલ કરી હતી.