DEDIAPADAGUJARAT

રાહુલ ગાંધી એ અનામત વિરુધ્ધ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં આપેલ સ્પીચની આક્ષેપ સાથે ડેડીયાપાડા ભાજપના અગ્રણીઓએ પ્રાંત ને આવેદન આપ્યું,

રાહુલ ગાંધી એ અનામત વિરુધ્ધ યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં આપેલ સ્પીચની આક્ષેપ સાથે ડેડીયાપાડા ભાજપના અગ્રણીઓએ પ્રાંત ને આવેદન આપ્યું,

filter: 0; fileterIntensity: 0.0; filterMask: 0; captureOrientation: 0; module: video;
hw-remosaic: false;
touch: (-1.0, -1.0);
modeInfo: Beauty ;
sceneMode: 0;
cct_value: 5970;
AI_Scene: (-1, -1);
aec_lux: 122.0;
aec_lux_index: 0;
hist255: 0.0;
hist252~255: 0.0;
hist0~15: 0.0;
albedo: ;
confidence: ;
motionLevel: 0;
weatherinfo: null;
temperature: 44;

 

ભાજપનાં અગ્રનીઓ આરક્ષણ ખતમ કરવાના મોદ્દને લઇને ડેડીયાપાડા માં બિરસામુંડા ને ફૂલહારવિધિ કરીને રાહુલગાંધી હાય હાય નાં નારા સાથે બિરસમુંડા ચોક થી પ્રાંત કચેરી સુધી રેલી સ્વરૂપે જઇ આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

આવેદનમાં ઉલ્લેખનીય છે, કે જે રાહુલ ગાંધી લોકસભાની ચૂંટણીમાં ધૂમ મચાવતા હતા કે જો ભાજપ ૪૦૦ નો આંકડો પાર કરશે તો બંધારણ બદલી દેશે અને અનામત ખતમ કરી દેશે, એ જ રાહુલ ગાંધીએ અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે તેમની માનસિકતા અનામતની વિરુધ્ધ છે, તે સાબિત કરતાં અનામત ની જોગવાઈ સામે તેમનો પૂર્વગ્રહ, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકામાં જ્યોર્જટાઉન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથેની તેમની વાતચીત દરમિયાન ખુલ્લેઆમ બહાર પાડયો, તેમણે તેમની સ્પીચ માં જણાવ્યું કે; જયારે ભારત ભેદભાવમુક્ત દેશ બનશે ત્યારે કોંગ્રેસ આરક્ષણ ખતમ કરી દેશે. આરક્ષણ હવે એવું નથી કારણ કે, દલિતો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગો (ઓબીસી) ને યોગ્ય ભાગીદારી મળી રહી નથી “આ સાથે જ અનામત સામેનો પૂર્વગ્રહ જે રાહુલ ગાંધી પાસે પુષ્કળ પ્રમાણમાં છે, તે અમેરિકામાં પ્રતિબિંબિત થયો છે. કોંગ્રેસ નેતાનું બંધારણ બચાવવા અને અનામત બચાવવાની ઝુંબેશ એક ‘ચર્ચા’ સિવાય બીજું કંઈ નથી. તેમજ તેમણે ભારતની બહાર જઈને આરક્ષણ વિશે વાત કરવાની કોઈ જરૂર નથી. પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ, ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધી પણ અનુસૂચિત જાતિ (SC), અનુસૂચિત જનજાતિ (ST) અને અન્ય પછાત વર્ગ (OBC) ના સભ્યોને અનામત આપવાના વિરુધ્ધ હતા. આમ રાહુલ ગાંધી દ્વારા ખુબજ હલકી કક્ષા નું અને એક ભારતના નાગરિક ને ના શોભે તેવું અણછાજતું વર્તન કર્યું છે જે ખૂબ નિદનીય છે. જેથી સમસ્ત આદિવાસી મોરચા ના લોકો રાહુલ ગાંધી અને કોંગ્રેસ ના વિરુધ્ધ માં આવેદન પત્ર આપયું અને આવેદન આપી ચેતવણી આપવા આવી કે, જો કોંગ્રેસ કોઈ પણ રીતે અનામતની જોગવાઈ સાથે છેડછાડ કરવાનો અથવા તેને રદ કરવાનો પ્રયાસ કરશે, તો ભાજપ તેનો સખત વિરોધ કરશે.

Back to top button
error: Content is protected !!