MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારા રીક્ષામાં બેઠેલા ઇસમે વૃદ્ધની નજર ચૂકવી રૂપિયા ૫૦ હજાર સેરવી લીધા

TANKARA:ટંકારા રીક્ષામાં બેઠેલા ઇસમે વૃદ્ધની નજર ચૂકવી રૂપિયા ૫૦ હજાર સેરવી લીધા

 

ટંકારાથી રીક્ષામાં બેસી મેઘપર(ઝાલા)ગામ જઈ રહેલા વૃદ્ધ દંપતી લૂંટારી રીક્ષા ગેંગનો શિકાર બન્યા હતા. જેમાં રીક્ષામાં સાથે મુસાફરના સ્વાંગમાં બેઠેલા શખ્સે વૃદ્ધની નજર ચૂકવી રૂપિયા ૫૦ હજાર સેરવી લીધા હતા. હાલ પોણા બે માસ પહેલા બનેલા ચોરીના બનાવની ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ભોગ બનનાર વૃદ્ધની ફરિયાદ પરથી રીક્ષા ચાલક સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

ટંકારા તાલુકાના મેઘપર(ઝાલા) ગામે રહેતા વાલજીભાઇ દેવશીભાઇ બાર ઉવ.૬૫ એ ટંકારા પોલીસ મથકમાં અજાણી રીક્ષાના ચાલક તથા તેની સાથેના બે શખ્સો સહિત ત્રણ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી કે ગઈ તા. ૨૯/૦૭ ના રોજ વાલજીભાઈ તેમજ તેમના પત્ની જોસનાબેન તથા રાણુબેન ટંકારાથી મેઘપર જતા હોય ત્યારે રીક્ષામાં પહેલેથી રીક્ષાની પાછળની સીટમાં મુસાફરના સ્વાંગમાં બેઠેલા બે ઈસમો પૈકી એક ઇસમે નાના ખીજડીયા ગામ આજુબાજુ વાલજીભાઈનું ધ્યાન ચૂકવી તેમની બંડીના ખિસ્સામાંથી રૂપિયા ૫૦ હજાર સેરવી લઈ ચોરી કરી હતી. હાલ પોલીસે રીક્ષા ચાલક સહિતના ત્રણેય આરોપી સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

Back to top button
error: Content is protected !!