MORBIMORBI CITY / TALUKO

MORBI:સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજનાનો લાભ લેવા મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને અનુરોધ કરાયો

MORBI:સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજનાનો લાભ લેવા મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને અનુરોધ કરાયો

 

આ યોજનાનો લાભ લેવા https://esamajkalyan.gujarat.gov.in પર ઓનલાઈન અરજી કરવી

ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ હેઠળ નિયામકશ્રી, અનુ.જાતિ કલ્યાણ, ગાંધીનગરની કચેરી મારફત અમલીત સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર મરણોત્તર સહાય યોજનામાં મોરબી જિલ્લાના અનુસુચિત જાતિના લોકોની નબળી આર્થિક પરિસ્થિતિના કારણે કુટુંબમાં સભ્યના મૃત્યુના પ્રસંગે મૃતકના પાર્થિવદેહની અંત્યેષ્ટિ /મરણોત્તર ક્રિયા માટે અર્થાત કફન-કાઠિના ખર્ચને પહોંચી વળવા માટે નાણાકીય સહાય આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને મળવાપાત્ર છે. જેમાં આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર તથા શહેરી વિસ્તાર માટે રૂ. ૬,૦૦,૦૦૦/- રાખવામાં આવેલ છે. આ યોજનાનો લાભ લેવા અરજી https://esamajkalyan.gujarat.gov.in પર મરણનું પ્રમાણપત્ર, જાતિનુ પ્રમાણપત્ર, આવકનો દાખલો, અરજદારનું આધારકાર્ડ, બેંક પાસબુકની નકલ સહિતના આધારો સાથે ઓનલાઇન અરજી કરવા અનુ. જાતિ કલ્યાણના નાયબ નિયાકમશ્રીની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!