
તા. ૦૫.૧૦. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ શહેરી વિસ્તારમાં તાવના દર્દીઓ શોધવાના અને પોરાનાશક કામગીરી જુદા જુદા સ્લમ વિસ્તારમાં 38ટીમો દવારા 4843 ધરોમાં કરવામાં આવીદાહોદ ના શહેરી વિસ્તારમાં તાલુકા આરોગ્ય અધિકારી શ્રી અને મેલેરીયા શાખા તરફથી દિવાળીના તહેવાર અગાઉ વાહકજન્ય રોગ ન વધે તે હેતુસર તારવેલા સ્લમ એરીયા /પ્રોબ્લેમેટીક એરિયામાં આગોતરું આયોજન કરી તાવના દર્દીઓ શોધવાનું તેમ જ એન્ટીલાર્વલ કામગીરી કરવાનું આયોજન કરાયેલ જેમાં 38 ટીમો દ્વારા સર્વેન્સ કરી 4843 ઘરોની ચકાસણી કરી કામગીરી કરવામાં આવેલ જેમાં ફક્ત 5 જ તાવના દર્દીઓ મળેલ એન્ટીલાર્વલ કામગીરી કરી એરિયામાં આરોગ્ય શિક્ષણ પૂરું પાડવામાં આવેલ સદર સર્વેલન્સ કામગીરી આરોગ્ય કમૅચારીઓ અને આશા બહેનદ્વારા કરવામાં આવેલ છે




