ડાંગ ઉત્તર અને દક્ષિણ વન વિભાગ દ્વારા શાળા/કોલેજમા ક્વિઝ અને નિબંધ સ્પર્ધા યોજાઇ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લામા ઉત્તર અને દક્ષિણ વન વિભાગ દ્વારા, તારીખ ૨જી ઓક્ટોબરથી ૮મી ઓક્ટોબર-૨૦૨૪ દરમિયાન, વન્ય પ્રાણી સંરક્ષણ અને સંવર્ધન બાબતે જનજાગૃતિ કેળવવાના હેતુસર, સમગ્ર સપ્તાહ દરમિયાન વિવિધ કામગીરીનુ આયોજન કરવામા આવ્યુ છે.
જે સંદર્ભે ડાંગ જિલ્લાના ઉત્તર અને દક્ષિણ વન વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમા વન્યજીવ અને વનોનુ સંરક્ષણ તથા સંવર્ધન વિષયો ઉપર વિવિધ સ્પર્ધા યોજવામા આવી હતી.
દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાધાક્રિષ્નાના માર્ગદર્શન હેઠળ, વાંસદા સ્થિત વિનયન અને વાણિજ્ય કોલેજ ખાતે શાળાના આચાર્ય, શિક્ષકો, એન.જી.ઓની ઉપસ્થિતિમા ક્વિઝ સ્પર્ધા યોજવામા આવી હતી.
જ્યારે ઉત્તર ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારીના માર્ગદર્શન હેઠળ વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત શિંગાણાના રેંન્જ ફોરેસ્ટ ઓફિસર શ્રી કેયુર પટેલની આગેવાની હેઠળ ઉત્તર બુનિયાદી માધ્યમિક શાળા-શિંગાણા ખાતે નિબંધ સ્પર્ધા યોજવામા આવી હતી.



