GUJARATHALOLPANCHMAHAL

હાલોલ-યાત્રાધામ શક્તિપીઠ પાવાગઢ ખાતે આસો નવરાત્રી ના ચોથું નોરતુ અને રવિવાર ના રોજ માઇ ભક્તો નું મહેરામણ ઉમટયુ

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૬.૧૦.૨૦૨૪

યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે આજે આસો નવરાત્રી ના ચોથું નોરતુ અને રવિવાર ના રોજ માઇ ભક્તો નું મહેરામણ ઉમટયુ હતુ.અઢી લાખ જેટલા માઇ ભક્તો એ માતાજીના ચરણ માં શીશ ઝુકાવી ધન્ય બન્યા હતા.૫૧, શક્તિપીઠ પૈકી ની એક શક્તિપીઠ પંચમલાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢ ડુંગર પર બિરાજમાન જગતજનની શ્રી મહાકાળી માતાજી છે.આ યાત્રાધામ ખાતે માતાજીના ભક્તો વર્ષ દરમ્યાન લાખ્ખો ની સંખ્યામાં આવતા હોય છે. તેમાં પણ ખાસ કરીને ચૈત્રી નવરાત્રી, આસો નવરાત્રી, તેમજ આઠમ, પૂનમ નું અનેરું મહત્વ હોય છે. તે ઉપરાંત શનિવાર રવિવાર અને જાહેર રજાના દિવસોમાં ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડતા હોય છે.પાવાગઢ નો વિકાસ અને મંદિર પરિસરના આધ્યાત્મિક નિર્માણ થયા પછી દેશ ના પ્રધાનમંત્રી દ્વારા ઐતિહાસિક ધ્વાજરોહણ બાદ યાત્રાળુઓનો ધસારો ઉત્તરોતર વધી રહ્યો છે.તેમાં આસો નવરાત્રિના ચોથા નોરતાએ રવિવાર ના રોજ માતાજીના દર્શનાર્થે શનિવાર ની મધ્યરાત્રી થી ભક્તો માટી સંખ્યામાં પાવાગઢને જોડતા તમામ માર્ગો પર ભક્તોનો સૈલાબ જોવા મળતો હતો.ચારે કોર પગપાળા યાત્રાળુઓ ના કારણે જય માતાજી ના ભારે જયઘોષ સંભળાતા હતા. મધ્યરાત્રીથી મંદિર પરિષદ તેમજ મંદિરના પગથિયા પર ભક્તોની ભારે ભીડ નિજ મંદિરના દ્વાર ખુલે તેની પ્રતીક્ષામાં કલાકો સુધી પ્રતીક્ષા કરતા ભક્તો જોવા મળ્યા હતા.જ્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા નિજ મંદિર ના દ્વાર વહેલી સવારે ચાર કલાકે માતાજી ના દર્શનાર્થે ખુલ્લા મૂકતા ભક્તો દ્વારા જય માતાજી ના ભારે જયઘોષ થતા મંદિર પરિષદ ગુંજી ઉઠ્યું હતું.જયારે ભાવિક ભક્તો ની સુરક્ષા અને સલામતિ માટે પોલીસ દ્વારા તળેટીથી ડુંગર ઉપર નિજ મંદિર સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.આજે ચોથા નોરતે ભક્તો ની ભારે ભીડ ને કારણે યાત્રીકોની સુરક્ષા અને સલામતી માટે પોલીસે ખડે પગે ફરજ નિભાવી હતી.જયારે યાત્રિકોના ભારે ઘસારાને લઇ કેટલાક માઇભક્તો પરિવારોથી છુટા પડી ગયા હતા જે ને પોલીસે ભારે જેહમત ઉઠાવી ફરી પુનઃ મિલન કરાવી સરાહનિયાન કામગીરી કરતા માઇ ભક્તોએ પોલીસ કર્મીઓ નો આભાર માન્યો હતો.જોકે શનિવાર ની રાત્રી થી યાત્રિકોનો પ્રવાહ વધી જવાથી પાવાગઢ તળેટી તેમજ વડાતળાવ ખાતે ના પાર્કિંગ ફૂલ થઇ ગયા હતા. જેને લઇ યાત્રિકો કો એ રોડ પર પાર્કિંગ કરવાનો વારો આવ્યો હતો.આસો માસમાં નવરાત્રી તેમજ પૂનમ સુધી જિલ્લા સમાહર્તા ના ખાનગી વાહનો ડુંગર પર લઈ જવાના પ્રતિબંધના પગલે એસટી દ્વારા આજરોજ તળેટીથી માંચી વચ્ચે ૫૩,એસટી બસો અવિરત પણે ચલાવી હતી. એસ.ટી.એ તળેટીથી માચી વચ્ચે બપોરના ચાર વાગ્યા સુધી અપ એન્ડ ડાઉન ૧૧૧૦ ટ્રીપ દ્વારા ૫૦૪૩૯ યાત્રાળુઓને યાત્રા કરાવી હતી જેના દ્વારા એસટીને ૯,૭૪,૩૪૦/- રૂપિયાની આવક થઈ હતી.

Back to top button
error: Content is protected !!