DEDIAPADA

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે કોલેજના આચાર્ય ડૉ. અનિલાબેન કે. પટેલના અધ્યક્ષ સ્થાને ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરાઈ,

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે કોલેજના આચાર્ય ડૉ. અનિલાબેન કે. પટેલના અધ્યક્ષ સ્થાને ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરાઈ,

વાત્સલ્ય સમાચાર

જેસિંગ વસાવા : ડેડીયાપાડા

 

સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ દેડિયાપાડા ખાતે કોલેજના આચાર્યશ્રી ડૉ. અનિલાબેન કે. પટેલના અધ્યક્ષસ્થાને ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણીના ભાગરૂપે કોલેજ ખાતે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. ‘વિકાસ સપ્તાહ’ અંતર્ગત આજરોજ ભીંત ચિત્ર, નિબંધ લેખન સ્પર્ધા અને ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.

 

ભીંત ચિત્ર(Wall Painting) દ્વારા કોલેજની દીવાલો પર વારલી ચિત્રકળા દોરીને વિદ્યાર્થીઓએ પોતાનું કૌશલ્ય બતાવ્યું હતું. આ સ્પર્ધામાં કુલ ૧૨ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ સમગ્ર ભીંત ચિત્ર સ્પર્ધાનું આયોજન NSS યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડૉ. રમેશભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ પ્રા. મહેશકુમાર વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.

 

નિબંધ સ્પર્ધામાં અલગ અલગ વિષયોમાં વિદ્યાર્થીઓ દ્વારા પોતાની મૌલિક ભાષામાં નિબંધ લખવામાં આવ્યા. આ સ્પર્ધામાં કુલ ૫૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ નિબંધ સ્પર્ધાનું આયોજન NSS યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડૉ. રમેશભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ પ્રા. ગંગોત્રીબેન વસાવા દ્વારા કરવામાં આવ્યું હતું.

 

ક્વિઝ સ્પર્ધામાં વિકસિત ગુજરાત વિકસિત ભારત ઉપર આધારિત પ્રશ્નાવલીના પ્રશ્નોના ઉત્તરો આપ્યા હતા. આ સ્પર્ધામાં કુલ ૭૫ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ ક્વિઝ સ્પર્ધાનું આયોજન NSS યુનિટના પ્રોગ્રામ ઓફિસર ડૉ. રમેશભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ પ્રા. ડૉ. રીતેશભાઈ વસાવા દ્વારા કરવામાં આવ્યું

હતું.

 

Back to top button
error: Content is protected !!