
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
“હો રસિયો રૂપાળો રંગ રેલીયો રે ઘેર જાવું ગમતું નથી…”
ગાયત્રી મંદિરના મેદાનમાં નવલા નોરતાં આઠમે યુવાધન હિલોળે ચડ્યું
ટીંટોઇ મંદિરોમાં ખેલૈયાઓએ મોડી રાત સુધી ગરબા ચોકમાં સજીધજીને ગરબાની રમઝટ બોલાવી
આઠમાના દિવસે ગાયત્રી મંદિર ઉત્સવ સમિતિ દ્વારા મંદિરમાં આપેલ દાનના દાતાશ્રીઓને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા, ઉત્સવ સમિતિએ દાતાશ્રીઓ નો દિલ થી આભાર માન્યો હતો

ટીંટોઇ ગાયત્રી મંદિરના ચોકમાં લોકગાયક આર્યન પુરોહિત અને ત્વીષા ભરવાડ સુરીલા કંઠે ” હા મારા ટીંટોઇ ગામની મોજ હા…I love you ટીંટોઇ…”ના નાદથી ચોક ગુંજી ઉઠ્યો હતો, ટીંટોઇના ખેલૈયાઓએ ગરબાની મન મુકીને ધૂમ મચાવી હતી
મોડાસા શહેર સહિત અરવલ્લી જિલ્લો નવરાત્રી મહોત્સવના રંગે રંગાયો છે જયારે ગ્રામ્ય વિસ્તારોમાં પણ નવરાત્રીના મેદાનોમાં ખેલૈયાઓ મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા.
મોડાસા તાલુકાના ટીંટોઈ ગામના મંદિરોમાં આઠમી નવરાત્રીમાં ખેલૈયાઓની ભારે ભીડ ઉમટી પડી હતી
જગતજનની માં જગદંબાના નવ સ્વરૂપની આરાધના નું પર્વ એટલે નવરાત્રી મંદિરોમાં શેરી મહોલ્લા પાર્ટી પ્લોટ માં સૌ કોઈ ગરબાની મોજ માણી રહ્યા છે મોડાસા તાલુકાના ટીંટોઈ ગામે સ્વયંભૂ અંબેમાના મંદિર, ગાયત્રી મંદિર,
તથા ઓહોજ માતાના મંદિરના ચાચર ચોકમાં ખેલૈયાઓ આઠમા નોરતે મન મૂકીને ગરબે ઝૂમ્યા હતા તમામ મંદિરો રોશની થી ઝળહળી ઉઠયા હતા. મોડી રાત્રી સુધી ખેલૈયાઓમાં અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળ્યો હતો. ટીંટોઈ ગાયત્રી મંદિરમાં અને ઓહોજમાં ના મંદિરમાં આઠમના નોરતે ખેલૈયાઓ અવનવા વસ્ત્રો યુવક, યુવતીઓ મહિલાઓ ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઝૂમી ઉઠ્યા હતા. નવરાત્રીના પર્વને લઈને ટીંટોઇ પીએસઆઇ એસ.કે.ચાવડા અને એ.એચ.રાઠોડ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે માટે પોલીસ દ્વારા માતાજીના મંદિરો સહિત અન્ય જગ્યાએ પોલીસ પેટ્રોલીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.




