GUJARATMORBIMORBI CITY / TALUKO

Halvad:પાટિયા ગ્રુપ દ્વારા હળવદ નગરપાલિકા ના સફાઈ કર્મચારીઓ ને ઉત્તમ ક્વોલિટી ની સાડી નું વિતરણ કરવામાં આવ્યું

Halvad:પાટિયા ગ્રુપ દ્વારા હળવદ નગરપાલિકા ના સફાઈ કર્મચારીઓ ને ઉત્તમ ક્વોલિટી ની સાડી નું વિતરણ કરવામાં આવ્યું

 

 

(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી) નવરાત્રી પર્વ નાં નવલા નોરતા માં હળવદ પાટિયા ગ્રુપ સેવાકાર્ય થકી માં જગદંબા ની અનોખી આરાધના કરી રહ્યું છે.

હળવદ નગરપાલિકા માં વર્ષો થી સફાઈ કર્મચારી તરીકે નિષ્ઠા પૂર્વક ફરજ બજાવતા તમામ કર્મચારીઓ ને ઉચ્ચ ગુણવતા વાળી સાડીઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં હળવદ નગરપાલિકા ના ચીફ ઓફિસર તુષાર ઝાલરિયા ના માર્ગદર્શન હેઠળ સેનેટરી ઇન્સ્પેકટર કૌશિક પ્રજાપતિ અને સેનીટેશન શાખા ના કર્મચારીઓ દ્વારા તમામ કર્મચારીઓ ને સાડી નું વિતરણ કરવામાં આવ્યું હતું. ત્યારે પાટિયા ગ્રુપ હળવદ માં વિવિધ સેવાકીય કાર્યો થકી અનોખી સુવાસ ફેલાવી રહ્યું છે. ત્યારે અત્યારે માં જગદંબા નાં નવલા નોરતા ચાલી રહ્યા છે ત્યારે સફાઈ કર્મચારીઓ નું અદકેરું સન્માન અને સેવા કરીને ઉતમ ક્વોલિટી ની સાડી વિતરણ કરીને માં જગદંબા ની અનોખી આરાધના કરી હતી. આ કાર્યક્રમ ને સફળ બનાવવા પાટિયા ગ્રુપ નાં ધર્મેશભાઈ શાહ , દસાડિયા ભાઈ, સી.જે.સાધુ , દલવાડી ભાઈ સહિત ગ્રુપ ના સભ્યો એ ભારે જહેમત ઉઠાવી હતી.

Oplus_131072

Back to top button
error: Content is protected !!