CHHOTA UDAIPURNASAVADI

છોટાઉદેપુર જિલ્લાની શાળાઓમાં સ્વચ્છતા હિ સેવા અંતર્ગત વિદ્યાર્થીઓને એનીમેશન વિડીયો દ્વારા સ્વચ્છતા વિષે સમજ અપાઈ

મૂકેશ પરમાર,,નસવાડી 
સ્વચ્છ ભારત મિશનનાં ૧૦ વર્ષની ઉજવણીનાં ભાગરૂપે ૨જી ઓકટોબરનાં રોજ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ દિવસને” સ્વચ્છ ભારત દિવસ” તરીકે ઉજવામાં આવી રહી છે. ભારત સરકાર દ્વારા” સ્વચ્છ ભારત મિશન” તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ થી તા. ૨જી ઓકટોબર ૨૦૨૪ સુધી સ્વચ્છતા હી સેવા – ૨૦૨૪ પખવાડીયાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાત સરકાર દ્વારા  ૩૧ ઓકટોબર સુધી આ અભિયાન ઉજવવાનું નક્કી કર્યું છે.  જે અંતર્ગત છોટાઉદેપુર જિલ્લામાં બોડેલી તાલુકામાં ૧૪૬, છોટાઉદેપુરમાં ૧૨૪, જેતપુરપાવીમાં ૭૬, કવાંટમાં ૫૬, નસવાડીમાં ૧૦૫ અને સંખેડામાં ૪૬ શાળાઓમાં એનિમેશન વિડિયો દ્વારા સ્વચ્છતા વિશે સમજ આપવામાં આવી, સૂકો અને ભીનો કચરો અલગ અલગ ડસ્ટબીનમાં નાખવો, તેમજ ગ્લોબલ હેન્ડવૉશીગ દિવસ નિમિત્તે બાળકોને જમતાં પહેલાં, શૌચાલયનો ઉપયોગ કર્યા બાદ નિયમિતપણે સાબુથી હાથ ધોવા જેવી બાબતે સમજ આપવામાં આવી હતી. ગ્લોબલ હેન્ડ વોશિંગ ડે’ નિમિતે શાળાના  વિદ્યાર્થીઓને હેન્ડ વોશ કરાવવામાં આવ્યા હતા.

Back to top button
error: Content is protected !!