BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

જાહેરનામાનો અમલ ક્યારે?:બન્ને તરફ પોલીસ પોઇન્ટ છતાં પણ નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થાય છે ભારે વાહનો

સમીર પટેલ, ભરૂચ

ભરૂચ-અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પર અકસ્માતોના બનાવ વધતા વહીવટી તંત્ર દ્વારા બ્રિજ પરથી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, પરંતુ આ જાહેરનામું માત્ર કાગળ પર જ મર્યાદિત રહી ગયું હોવાનું લાગી રહ્યું છે. નર્મદા મૈયા બ્રિજ પરથી ભારે વાહનો અવારનવાર પસાર થઈ રહ્યા છે. ત્યારે અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે.
બ્રિજની બંને તરફ પોલીસ પોઈન્ટ હોવા છતાં બેરોકટોક પણે ભારે વાહનો નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થાય છે. રાત્રિ દરમિયાન નાના વાહનોએ બ્રિજ પરથી સંભાળીને પસાર થવું પડશે કારણ કે અકસ્માતની શક્યતા નકારી શકાતી નથી. નર્મદા મૈયા બ્રિજ પરથી ભારે વાહનોના પસાર થવા પર પ્રતિબંધ ફરમાવતા જાહેરનામાનો કડકપણે અમલ થાય તેવી લોકો માગ કરી રહ્યા છે.

Back to top button
error: Content is protected !!