મધવાસ પાસે ડંપર ચાલકે અચાનક બ્રેક મારતા બાઈક ડંપર મા ઘુસી જતા બાઈક ચાલકનુ મોત એક ઈજાગ્રસ્ત
તારીખ ૧૮/૧૦/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મઘવાસ નજીક આવેલ ઇંડોરન્સ કંપની પાસે હાઇવે પર થી ગુરુવારે રાત્રે એક ડંપર નં જીજે-૨૩-એટી-૯૬૫૫ નો ચાલક પુરઝડપે પોતાનુ વાહન હંકારી અચાનક બ્રેક મારી રોડ ઉપર પોતાનુ ડંપર ઉભુ રાખેલ જેથી પાછળ બાઈક ઉપર આવતા બે યુવકો ડંપર ની પાછળ અથડાઈ જતા અકસ્માત સર્જાયો હતો અને બાઈક ચાલક પંકજસિંહ ને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જયારે પાછળ બેસેલા નરેશભાઇ ને ઈજાઓ પહોંચી હતી અકસ્માત ને પગલે આસપાસ ના લોકો દોડી આવ્યા હતા અને ૧૦૮ બોલાવતા ૧૦૮ ના ફરજ પરના ડોકટરે પંકજભાઇ ને મરણ પામેલા જાહેર કરેલ જયારે ઈજાગ્રસ્ત નરેશભાઇ રાઠોડ ને કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત બાદ ડંપર ચાલક પોતાનુ વાહન મુકી નાસી ગયો હતો. અકસ્માત અંગે મૃતક યુવકના પિતા દ્વારા કાલોલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ડંપર ચાલક સામે ગુનો દાખલ કરી આગળની તપાસ પીએસઆઈ એલ એ પરમાર દ્વારા શરૂ કરવામાં આવી છે.