ભારે પવન-ગાજવીજ સાથે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો

રાજ્યમાં ફરી વરસાદી માહલો જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે રવિવારે ના રોજ રાજ્યના નવ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કર્યું હતું. જેને લઈને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી હળવો વરસાદ ખાબક્યો છે. જેમાં અમરેલી, રાજકોટ, કચ્છ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, મોરબી સહિતના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે, 20 ઑક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે ભરે વરસાદની આગાહી હતી જ્યારે 21 ઑક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિત વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 22-23 ઑક્ટોબરે દક્ષિણ ગુજરાતના તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના છૂટાછવાયા સ્થળોએ છેલ્લા બે દિવસથી ભારે પવન અને ગાજવીજ સાથે ભારેથી હળવો વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં આગામી દિવસમાં વાવાઝોડાની શક્યતા દર્શાવી છે. તેમણે કહ્યું કે, ‘આગામી 22 ઑકટોબરથી અંદમાન નિકોબાર ટાપુમાં સાયકલોનિક સર્ક્યુલેશન બનવાથી 100થી 120 કિલોમીટર પ્રતિ કલાક ગતિનું વાવાઝોડું થવાની શક્યતા છે. જ્યારે રાજ્યમાં દિવાળીના તહેવારથી ઠંડી પડવાની શરૂ થશે.




