
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
એલ એમ પી રેવા એક્સપેરિમેન્ટલ હાઈસ્કૂલ અને શેઠશ્રી એમ સી ઝેડ શાહ સેકન્ડરી સ્કૂલ બીલીમોરા ખાતે ફરજ બજાવતા શિક્ષિકા શ્રીમતી રંજનબેન જી પટેલ અને સેવક શ્રી સુરેશભાઈ બી પટેલ તા.૩૧/૧૦/૨૦૨૪ના રોજ નિવૃત્ત થનાર હોય તેમનો નિવૃત્તિ સન્માન સમારંભ મંડળના પ્રમુખશ્રી ભુપેન્દ્રભાઈ અમીન સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન શ્રી ભરતભાઈ અમીન, આચાર્યશ્રી કેતન પટેલ સહિતના મહાનુભાવોની હાજરીમાં યોજાયો હતો.
આ અવસરે મંડળના પ્રમુખશ્રી ભુપેન્દ્રભાઇએ જણાવ્યું હતું કે, શિક્ષક વિદ્યાર્થીના રૂપમાં શિક્ષિત અને સંસ્કારી સમાજને તૈયાર કરે છે. ત્યારે શિક્ષક ભલે નિવૃત્ત થાય પરંતુ શિક્ષણરૂપી અનુભવનું ભાથું આ સંસ્થાને સતત મળતું રહે તેવી આશા વ્યકત કરી હતી. શ્રી બી.એચ પટેલ નિવૃત્તિમાં પ્રવૃત્તિમય રહેવા જણાવ્યું હતું. જયારે સેવક સુરેશભાઇની પ્રમાણિકતાની સરાહના કરી હતી.
આ અવસરે શાળાના આચાર્ય શ્રી કેતન પટેલે સ્વાગત પ્રવચન કરી સૌનું સ્વાગત કરતા જણાવ્યું હતું કે, રંજનબેને મદદનીશ શિક્ષકથી લઇ ઇ.ચા. આચાર્ય તરીકેની બાખૂબ ફરજ બજાવી એક મિશાલ પુરી પાડી છે.
આ અવસરે વિદ્યાર્થીઓ, શાળાના શિક્ષકોએ પોતાના અનુભવો અને કાર્યશૈલીને વાગોળી અનુભવી શિક્ષકની ખોટ અવશ્ય વર્તાશે તેમ જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, શિક્ષિકા રંજનબેન આ શાળામાં સતત ૩૪ વર્ષ અને સેવક ભરતભાઈ એ ૩૬ વર્ષની સેવા બજાવી વય મર્યાદાની કારણે ફરજ નિવૃત્ત થયા છે
આ નિવૃત્તિ સમારંભ અવસરે પ્રાથમિક શાળાના આચાર્ય પાકિઝાબેન, નિવૃત આચાર્યાશ્રીઓ, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ, આમંત્રિત મહેમાનો ઉપિસ્થત રહયા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા શ્રી અશોકભાઇ, શ્રી મહેન્દ્રભાઇ પટેલ વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી.




