BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચના ફલશ્રુતિ નગર શોપિંગની બિલ્ડીંગની ગેલેરીનો ભાગ અચાનક ધરાશાયી થતા જ લોકોમાં દોડધામ મચી

સમીર પટેલ, ભરૂચ
ભરૂચના ફલશ્રુતિ નગર શોપિંગની બિલ્ડીંગની ગેલેરીનો ભાગ અચાનક ધરાશાયી થતા જ લોકોમાં દોડધામ મચી ગઈ હતી.જેના કાટમાળ નીચે બે બાઇકો દબાઈ ગઈ હતી.જોકે સદનસીબે કોઈ જાનહાની નહિ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ભરૂચના ફલશ્રુતિ નગર લોકોની અવર જવરવાળો વિસ્તાર આવેલો છે.જેમાં મોટી સંખ્યામાં હોસ્પિટલો અને દુકાનો આવેલી છે.ત્યાં નજીક એક જૂનું ફલશ્રુતિનગર શોપિંગ સેન્ટર આવેલું છે.જેમાં આજ રોજ બપોરના 4:30 વાગ્યાના અરસામાં એક મકાનની ગેલેરીનો ભાગ અચાનક ધરાશાયી થતાં જ નીચે શોપિંગની દુકાનોમાં રહેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતો.ગેલેરીના કાટમાળ નીચે આજે જ શુભારંભ કરેલી રોશની ઓપ્ટિકલ નામની દુકાન માલિકને ભારે નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો.જ્યારે દુકાન નીચે પાર્ક કરેલા બે વાહનો કાટમાળ નીચે દબાઈ ગયા હતા.જોકે ઘટનામાં કોઈ જાનહાની નહિ થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

Back to top button
error: Content is protected !!