GUJARATMORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારાના લજાઈ ગામે અગાઉ કરેલ ફરીયાદ બાબતે સમાઘાન કરવા ફોન કરી યુવાનને ગાળો આપી પરીવારને જાનથી મારી નાખવાની ઘમકી આપી

TANKARA:ટંકારાના લજાઈ ગામે અગાઉ કરેલ ફરીયાદ બાબતે સમાઘાન કરવા ફોન કરી યુવાનને ગાળો આપી પરીવારને જાનથી મારી નાખવાની ઘમકી આપી

 

લજાઈ ગામે અગાઉ ફરિયાદ કરેલ હોય જે બાબતે મોબાઈલ પર ફોન કરી સમાધાન કરવા બાબતે બોલાચાલી કરી ગાળો આપી યુવાન અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે

ટંકારા તાલુકાના લજાઈ ગામના રહેવાસી અમૃતભાઈ આલાભાઇ ચાવડા નામના યુવાને આરોપી મિલન પોપટ જાદવ રહે મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૩૧-૧૦ ના રોજ અમૃતભાઈ પોતાના ઘરે હોય ત્યારે બપોરે મોબાઈલ પર મિલન પોપટ જાદવનો ફોન આવ્યો અને ફોનમાં તેની માસીની દીકરી લક્ષ્મીએ ટંકારા પોલીસ સ્ટેશનમાં તા. ૧૪-૦૯-૨૪ ના રોજ ફરિયાદ કરી છે જેનું તારે સમાધાન કરવું હોય તો રૂપિયા ૧૨ લાખ આપવા પડશે જેથી યુવાને અમારી પાસે રૂપિયા નથી જ્ઞાતિના રીવાજ મુજબ સમાધાન કરવું હોય તો આગેવાન મારફત કરી આપો કહ્યું હતું જેથી સારું નહિ લાગતા મિલન ફોનમાં ઉગ્ર અવાજે જેમફાવે તેમ ગાળો આપવા લાગ્યો હતો ફરિયાદી અમૃતભાઈ અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી ખોટા કેસમાં ગમે ત્યારે ફીટ કરાવી દઈશ તેવી ધમકી આપી હતી ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે

Back to top button
error: Content is protected !!