BHARUCHGUJARAT

ભરૂચ એલ.સી.બી પોલીસે જુગાર રમતા સાત શકુનીઓને ઝડપી પાડયા…

સમીર પટેલ, ભરૂચ
ભરૂચના રાજપારડી પોલીસ મથકની હદમાં આવેલા સારસા ગામની મઘુમતી ખાડીના કિનારે ખુલ્લી જગ્યામા જુગાર રમતા સાત આરોપીને કુલ કિં.રૂ. ૩૦,૦૬૦/- ના મુદ્દામાલ સાથે ભરૂચ એલ સી બી પોલીસે ઝડપી પાડતા જુગારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. ભરૂચ એલ.સી.બી. ની ટીમ રાજપારડી પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન બાતમી મળી હતી કે સારસા ગામની મધુમતી ખાડીના કિનારે ખુલ્લી જગ્યામાં બેસી કેટલાક ઇસમો બેટરીથી અજવાળુ કરી પૈસા વડે પત્તાપાનાનો હારજીતનો જુગાર રમી રહ્યા છે. પોલીસને મળેલી બાતમીના આધારે સારસા ગામની મધુમતી ખાડીના કિનારે ખુલ્લી જગ્યામાં જુગાર અંગે પોલીસે સફળ રેઇડ કરી પકડાયેલ આરોપીઓની અંગઝડતીમાંથી તથા દાવ ઉપરના રોકડા રૂ. ૧૩,૦૬૦ મોબાઇલ ફોન નંગ ૦૬ કિ.રૂ. ૧૬,૫૦૦ તથા ઇલેકટ્રીક બેટરી નંગ- ૦૧ કી.રૂ. ૫૦૦ મળી કુલ કી.રૂ. ૩૦,૦૬૦  ના મુદ્દામાલ સાથે સાત આરોપીને ઝડપી પાડી જુગાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી રાજપારડી પોલીસ મથક ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવ્યો છે…

Back to top button
error: Content is protected !!