HALVADMORBIMORBI CITY / TALUKO

Halvad: હળવદમાં લાયસન્સ વગર ઊંચા વ્યાજે નાણાં ધિરાણ કરી પઠાણી ઉઘરાણી કરનાર એક ઇસમની ઘરપકડ 

Halvad: હળવદમાં લાયસન્સ વગર ઊંચા વ્યાજે નાણાં ધિરાણ કરી પઠાણી ઉઘરાણી કરનાર એક ઇસમની ઘરપકડ

 

 

મોરબી જીલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જીલ્લામાં ઊંચા વ્યાજે નાણાં આપી તેની પઠાણી ઉઘરાણી કરતા ઈસમો ઉપર સખત કાર્યવાહીની સૂચના થઈ હોય જે અનુસંધાને હળવદ પોલીસે શહેરમાં લાયસન્સ વગર ઊંચા વ્યાજે નાણાં ધિરાણ કરી પઠાણી ઉઘરાણી કરનાર એક ઇસમની અટકાયત કરી તેની વિરુદ્ધ મની લેન્ડર્સ એકટ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

Oplus_131072

હળવદ પોલીસ સ્ટેશનમાં વ્યાજની ઉઘરાણીથી પીડિત વ્યક્તિએ અરજી કરી હતી, જે બાદ હળવદ પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. પી.એલ. સેડાએ આ મામલે તપાસ શરૂ કરી હતી જે દરમિયાન આરોપી બટુકભાઈ બાબુભાઈ કાંકરેચા ઉવ.૩૭ રહે. હળવદ માર્કેટીંગ યાર્ડ સામે સરકારી ખરાબામાં, હળવદવાળા વિરુદ્ધ મની લેન્ડર્સ એકટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી હતી.વધુમાં અટક કરાયેલ આરોપી વિરુદ્ધ અગાઉ પણ હળવદ પોલીસ સ્ટેશનમાં અનેક ગુન્હાહિત પ્રવૃતિઓના ગુના નોંધાઈ ચૂક્યા છે, જેમાં પ્રોહિબિશન એકટ, જુગારધાર અને ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ ૮ જેટલા કેસો નોંધાયેલા છે

Back to top button
error: Content is protected !!