ધાંગધ્રામાં શહેરમાં સીટી પોલીસે ટ્રાફિક ડ્રાઇવ યોજીને નવ વાહનો ડીટેઇન કરીને દંડ ફટકાર્યો.
નિયમોનો ભંગ કરનાર 9 વાહન ચાલકો પાસેથી રૂ.19,500 નો દંડ ફટકારાયો હતો.

તા.14/11/2024/
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
નિયમોનો ભંગ કરનાર 9 વાહન ચાલકો પાસેથી રૂ.19,500 નો દંડ ફટકારાયો હતો.
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા સીટી પોલીસના પીએસઆઇ વી એલ વાધેલા દ્વારા સમગ્ર સ્ટાફ સાથે રાખીને શહેરી વિસ્તારમાં હાઇ-વે પર ટ્રાફિક ડ્રાઇવ યોજી હતી આ ડ્રાઇવ દરમિયાન ધ્રાંગધ્રા સીટી પોલીસે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે લાલ આંખ કરી હતી અને નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી નવ જેટલા વાહન ડિટેઇન કર્યા હતા જેમાં ફોરવીલ ગાડી બે રીક્ષા બે મોટરસાયકલ પાચ સહીત વાહનો ડીટેઇન કરીને 19,500 નો દંડ કરવામાં આવ્યો હતો ધાંગધ્રા સીટી પોલીસની ટીમ પીએસઆઇ વી એલ વાધેલા સહીત સમગ્ર સ્ટાફ દ્વારા શહેરી વિસ્તારમાં ફુલેશ્વર મંદિર, આર્મી લાઇન, રોડ પર ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી આ ટ્રાફિક ડ્રાઈવમાં પોલીસે વાહન ચાલકો સામે લાલ આંખ કરી હોય ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી હતી ત્યારે ધ્રાંગધ્રા પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી અનુસાર ધ્રાંગધ્રા પોલીસની ટીમે આ ટ્રાફિક ડ્રાઇવ દરમિયાન ટ્રાફિક નિયમનો ભંગ કરતાં બે ફોરવીલ ગાડી, બે રીક્ષા, પાંચ મોટરસાયકલ, ડીટેઇન કરાયા હતા સાથે 19,500 નો દંડ ફાટકારવામાં આવતા ટ્રાફિક નિયમનો ભંગ કરતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાયેલો હતો.




