
તા.૧૪. ૧૧. ૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:દાહોદ રેલ્વે સ્ટેશન ખાતેના પ્લેટફોર્મ પર એક અજાણ્યા વૃધ્ધનું કુદરતી બિમારીના કારણે મોત નીપજ્યાંનું જાણવા મળે છે
ગત તા.૩૧મી ઓક્ટોમ્બરના રોજ દાહોદ શહેરમાં આવેલ રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧ ઉપરથી ગોધરા તરફના છેડા પાસે કુદરતી બિમારીના કારણે ૬૫ વર્ષિય અજાણ્યા પુરૂષનું મોત નીપજ્યું હતું. આ અંગેની જાણ સ્થાનીક રેલ્વે સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સહિત રેલ્વેના અધિકારીઓને થતાં તેઓ દ્વારા અજાણ્યા મૃત વૃધ્ધના વાલી વારસની શોધખોળ હાથ ધરી છે. મૃત પામેલ આ અજાણ્યા વૃધ્ધ શરીરે પાતળા બાંધાનો ઉંચાઈ ૫ ફુટ ૫ ઈંચ, રંગે શ્યામવર્ણાે જેમના શરીરે પીળા કલરનું અડધી બાઈનું શર્ટ પહેરેલ છે આ સંબંધે રેલ્વે પોલીસે અકસ્માત મોતના ગુનાના કાગળો કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે





